Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૭૮)
યોગદરિસસુરીય આ સાતમી પ્રભા દષ્ટિમાં બોધ એટલે બધે નિમલ થઈ ગયું હોય છે, સ્પષ્ટ ક્ષપશમનું બલ એટલું બધું વધી ગયું હોય છે, કે આ દષ્ટિવાળા મહાત્મા ગી
મુનીશ્વરોને સદાય-નિરંતર ધ્યાન વત્તે છે. આ આત્મારામ જ્ઞાની આત્મધ્યાનથી પુરુષે નિરંતર આત્મધ્યાનમાં નિમગ્ન રહે છે, એવી અદ્ભુત સહજ આત્મપ્રાપ્તિ ધ્યાનદશા તેમની વ છેકારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે.
અને અત્રે યેગીને જ્ઞાનાવરણીય કમને ક્ષયોપશમ એટલે બધા વધી ગયો હોય છે, સતુશ્રદ્ધાસંગત બેધ એટલે બધો સ્પષ્ટ ને ઉત્કૃષ્ટ થઈ ગયો હોય છે, જ્ઞાનદશા એટલી બધી આકરી–તીવ્ર થઈ ગઈ હોય છે, કે એવા યોગીશ્વરેને સહજ સ્વભાવે નિરંતર અખંડ આત્મધ્યાન વર્તે છે. આ આત્મધ્યાનીઝ પુરુષ “પુણ્ય-પાપ યોગ વિષયમાં આત્માને આત્માથી રુધી, તથા પરવસ્તુ પ્રત્યેની ઇચ્છાથી વિરત થઈ, દર્શન-જ્ઞાનમાં સ્થિત થાય છે. અને સર્વ સંગથી મુક્ત એવા તે આત્માને આત્માથી ધ્યાવે છે, કર્મને કે નેકમને ધ્યાવતા નથી, અને ચેતયિતા–આત્માનુભવી એવા તે એકતને ચિંતવે છે. આમ દશન-જ્ઞાનમય ને અનન્યમય એવા જ્ઞાની પુરુષ આત્માને ધ્યાવતાં કર્મવિપ્રમુક્ત એવા આત્માને જ શીધ્ર પ્રાપ્ત કરે છે.” આ આત્મધ્યાનની સિદ્ધિમાં જેણે શુદ્ધ આત્માની સાક્ષાત્ સિદ્ધિ પ્રાપ્તિ કરી છે, એવા પરમાત્માનું અવલંબન પરમ ઉપકારી થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની ભજનાથી પિતાને શુદ્ધ આત્મા પ્રગટે છે, એટલા માટે યેગી પુરુષો પિતાના મનમંદિરમાં પરમાત્માનું નિરંતર ધ્યાન ધરે છે, કારણ કે એવા પુષ્ટ નિમિત્ત આલંબનરૂપ પરમાત્માના ધ્યાનથી લય સ્થાને સ્વાલંબનઆત્માલંબન થાય છે, અને આમ “દેવચંદ્ર’ પરમાત્માના ગુણની સાથે એકતાનતા થતાં, આત્મા પૂર્ણ સ્થાને પહોંચે છે, પરમાત્મપદને પામે છે.
“પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય કાને; દેવચંદ્ર ગુણને એક તાને, પહોંચે પૂરણ થાને.” મારા સ્વામી હે તેરે ધ્યાન ધરિજે, ધ્યાન ધરિજે હો,
સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચંદ્રજી. અત્રે લોકપ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમાંથી મેલ લગભગ ગાળી નખાયો હોય, શુદ્ધ કરાયે હેય, એવું હેમ-સનું “કલ્યાણ” તરીકે ઓળખાય છે, અને તે સદાય x “ અજાળમ:૫ ઇંધિર પુuપાવગોણું !
दंसणणाणझि ठिदो इज्छाविरओ य अण्णसि ।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चितेदि एयत्तं ॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। ૨૬ જિળ અogrળમેવ રામવિક છે – શ્રી સમયસાર ગા. ૧૮૭–૧૮૯,