Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સભા દ્રષ્ટિ: અસગાનુષ્ઠાન સતિ સામવૃત્તિપદ
(૫૭૯) કલ્યાણ” સ્વરૂપ જ રહે છે. તેમ અત્રે પણ કર્મમલ લગભગ ક્ષીણ કલ્યાણ સુવર્ણ થયું હોવાથી-ક્ષીપ્રાય હેવાથી, નિમલ એવા ઉત્કૃષ્ટ ક્ષપશમથી
જે બંધ થાય છે, તે પરમ કલ્યાણરૂપ જ હોય છે, કારણકે તે પરમ કલ્યાણુસ્વરૂપ ઉત્કૃષ્ટ સાચા જ્ઞાનનો હેતુ થઈ પડે છે. જેમ દૂષણ વિનાનું, નિરંતર
જ્યોતિવાળું રત્ન ખરેખરૂં દીપે છે-ઝગારા મારે છે, તેમ આ નિર્મલ બેધરૂપ સાચું રત્ન અંતરમાં ઝગારા મારે છે, અત્યંત ઝળકી ઊઠે છે. આ પરમ પ્રકાશમય-પ્રકાશ. ધામરૂપ બાય સદાય પરમ કલ્યાણુસ્વરૂપ જ છે, કારણકે પરમ કલ્યાણમય સ્વસ્વભાવરૂપ મેક્ષપદની પ્રાપ્તિ અત્રે નિકટમાં નિકટ વત્ત છે. વળી જેમ શુદ્ધ “કલ્યાણ” સુવર્ણ કદી બગડે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ કલ્યાણુસ્વરૂપ જ રહે તેમ શુદ્ધ કલ્યાણમય નિર્મલ બોધ કદી વિણસે નહિ, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ શુદ્ધ કલ્યાણુસ્વરૂપે જ રહે. એટલે આ નિર્મલ બાધ સતે અત્રે નિરંતર ધ્યાન વત્તે છે, એ યથાર્થ કહ્યું છે.
सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५ ॥ ને સસ્પ્રવૃત્તિપદ અહી, છે અસંગ અનુષ્ઠાન;
મહાપથતણું પ્રયાણ જે, આપે પદ નિર્વાણ, ૧૭૫
અર્થ :–અને અહી–તત્વમાગમાં, “અસંગાનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સપ્રવૃત્તિપદ વતે છે, કે જે મહાપથ-પ્રયાણુરૂપ હોઈ, અપુનરાવર્ત પદ-નિત્ય પદ પમાડનારૂં છે.
વિવેચન અને અહીં તત્વમાર્ગને વિષે, “અસંગઅનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સમવૃત્તિ પદ પ્રાપ્ત વર્તે છે. કારણ કે તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિ હોય છે. તે અસંગાનુષ્ઠાન નામનું સપ્રવૃત્તિપદ મહાપથના પ્રયાણરૂપ છે, અને અનાગામિપદાવહ છે, અર્થાત અપુનરાવર્ત પદ પમાડનારું-નિત્ય પદ પમાડનારું છે.
અસંગ-અનુષ્ઠાન ઉપરમાં જે સત્યવૃત્તિપદ કહ્યું તે શું ? તેનું અત્ર સ્વરૂપ કહ્યું છે. અહીં તત્ત્વ
વૃત્તિ-સંબવૃત્તિપર્વ વેદ-અને અહી એટલે કે તત્વમાગ માં સતપ્રવૃત્તિ ૫૬, શું? તે કે અષાનWારસહિતy -અસંગાનુષ્ઠાન સંરિત સંજ્ઞાવાળું વતે છે; તથા પ્રકારે વરસપ્રવૃત્તિને લીધે. મgruથયા ૨૬-જે અસંગાનુષ્ઠાન મહાપથ પ્રયાણ છે. મના[[નાવણ-અનાગામિ પદાવહ છે, (અપુનરાવર્તા ૫૮ પમાડનાર છે ), નિત્યપદ પ્રાપક–પમાડનાર છે.