________________
(૫૮૨)
યોગદષ્ટિસમુચ્ચય અહીં (૧) રૂપી એટલે સમવસરણસ્થિત જિનરૂપ; અને તેની પ્રતિમાદિ લક્ષણવાળું આલંબન. (૨) અરૂપી પરમ એટલે સિદ્ધ પરમાત્મા. તેમાં–તે અરૂપી પરમાત્મરૂપ આલંબનના જે કેવલજ્ઞાનાદિ ગુણો, તેની સમાપત્તિરૂપી પરિણતિથી જે જણાય છે, તે તદ્દગુણપરિણતિરૂપ અનાલંબન નામનો યોગ છે. અતીન્દ્રિય વિષયપણાને લીધે તે સૂક્ષ્મ છે; અથવા તે સૂક્ષ્મ આલંબનવાળે આ યોગ છે, તેથી આ ઈષદૂ-કિચિત આલંબનરૂપ હોઈ અનાલંબન યુગ કહેવાય છે. *
અને આ જે અનાલંબન યોગ છે, તે સામર્થ્ય યોગમાં પ્રાપ્ત થતી પરતત્વદર્શનેચ્છારૂપ છે. “શાસ્ત્રમાં જેને ઉપાય બતાવવામાં આવ્યો છે, પણ જેને વિષય
શાસ્ત્રથી પર છે, એવો વિશેષથી શક્તિઉદ્રેકથી પ્રાપ્ત થતો આ સામર્થ્ય પરતત્ત્વ નામને ઉત્તમ યોગ છે.”—એમ આ ગ્રંથપ્રારંભમાં (લે. ૫) દર્શનેછા વ્યાખ્યા કરવામાં આવી હતી. આ સામર્થ્ય યોગ ક્ષપકશ્રેણીગત
દ્વિતીય અપૂર્વકરણમાં પ્રાપ્ત હોય છે, અને તેમાં ક્ષમા આદિ ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે. આવા સ્વરૂપવાળા આ ધર્મસંન્યાસરૂપ સામર્થ્યોગ થકી જે નિઃસંગ એવી પરતત્ત્વદર્શને છા* અખંડપણે પ્રવર્તે છે, તદુરૂપ આ અનાલંબન યોગ જાણો. અર્થાત્ એક પરમાત્મા સિવાય બીજે કયાંય સંગ ન કરે– ચૂંટે નહિં એવી અસંગ શક્તિથી, અખંડ પ્રવૃત્તિથી પૂર્ણ એવી જે પરમાત્મદર્શનની ઈચ્છા તે અનાલંબન યોગ છે. અને તે પરતવનું દર્શન જ્યાંલગી નથી થયું, ત્યાં લગી જ આ હોય છે; પણ પરમાત્મ સ્વરૂપનું દર્શન થયે કેવલજ્ઞાન ઉપજતાં, અનાલંબન યુગ હેતો નથી, પણું સાલંબન હોય છે આ સમજવા માટે બાણુનું દષ્ટાંત છે :
ક્ષપકરૂપ ધનુર્ધાર-બાણાવળી છે. ક્ષપકશ્રેણીરૂપ ધનુષ્ય છે. પરમાત્મા એ લક્ષ્ય-તાકવાનું નિશાન છે. તેના વેધમાં ખાલી ન જાય, અચૂક જે બાણ તાકે છે, તેના સ્થાને આ અનાલંબન યોગ છે. જ્યાં લગી તે બાણ છોડવામાં આવ્યું નથી, ત્યાં લગી જ અનાલંબન યોગ વ્યાપાર છે. પણ તે છોડવામાં આવ્યું, અચૂક એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ હોય છે. શીધ્ર પરમાત્મદર્શન થાય છે. એટલે બાણપાત બાણુના પડવા જેવો સાલંબન કેવલજ્ઞાન પ્રકાશ જ હોય છે, * “ રાજ્યને નિરાટન : જે ક્રૂિપા શેયઃ
ત્તિનપધ્યાન હવાઇરતત્તરવસ્વર : ”—ષોડશક ૧૪-૧. " सामर्थ्य योगतो या तत्र दिदृक्षेत्यसङ्गशच्याढया । साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ तत्रा प्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ द्रागस्मात्तदर्शनमिषुगतज्ञातमात्रते। ज्ञेयम् । પત વર્ટ તત્ત જ્ઞાનં ચશ્વરનાં ચોતિઃ | »–ષોડશક ૧૧-૮, ૯, ૧૦,