Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૭૬)
યોગદષ્ટિસમુચ્ચય રહે છે, અર્થાત્ પુણ્યોદયથકી જે જે સુખપ્રાપ્તિ થાય છે, તે પણ પુણ્યાપેક્ષી સુખ દુઃખ જ છે. કારણ કે તે પુણ્ય પણ પરવસ્તુ છે, એટલે તેને પરાધીન તે દુઃખ એવું સુખ તે તે દુઃખ જ છે, એ દુઃખનું લક્ષણ અત્ર પ્રાપ્ત થાય છે.
પુણ્યને પરવસ્તુ કહેવાનું કારણ એ કે-પુણ્ય એ શુભ કર્મ છે અને શુભ કર્મ એ આત્માથી અતિરિક્ત-જુદી એવી પરવસ્તુ છે. આમ પરવતુરૂપ પુણ્યના ઉદયથી દેવેંદ્ર-મનુજેદ્ર આદિના જે જે સુખ સાંપડે છે, તે પરમાર્થથી દુઃખ જ છે, અથવા સુખાભાસ જ છે. ઇંદ્ર-ચક્રવત્તી આદિની અઢળક ઋદ્ધિ અને તેથી પ્રાપ્ત થતા પંચ વિષય સંબંધી કહેવાતા સુખ તે દુઃખ જ છે. અત્રે શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં કહેલ નિપુણ્યક રંકનું તાદશ્ય ચિતાર ખડો કરતું પ્રસ્તુત દષ્ટાંત યાદ આવે છે. તેમાં પુણ્યોદયથી ચક્રવત્તીની અદ્ધિ પામેલાને પણ પરમાર્થથી “નિપુણ્યક' અર્થાત ધર્મધનથી રહિત એ નિધનીઓ મહાદરિદ્રી ને દુઃખી કહ્યો છે. તે સમસ્ત અદ્દભુત રૂપક વર્ણન (Allegory) મહાત્મા સિદ્ધર્ષિની જેમ પિતાના આત્મા ઉપર ઘટાવી આત્માથી મુમુક્ષુ જીવે પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે. જે કદી બંધનને સુખ માની શકાય તે પુણ્યને સુખ માની શકાય, પણ તેમ તે મૂખ ગમાર પણ માને નહિ. કારણ કે પુણ્ય એ સેનાની બેડી ને પાપ એ લોઢાની બેડી, પણ બન્ને બંધન તો છે જ છે. પોપટને સેનાના પાંજરામાં પૂર્યો હોય કે લેઢાના, પણ તે બંને બંધનરૂપ પાંજરા છે જ. એટલે જે પયપ્રધથી સંસારબંધન ચાલુ રહે છે. વિષય તૃણા ઉદી રહે છે.
છે. વિષય તૃષ્ણા ઉદીર્ણ રહે છે, તેને સુખ કેમ કહી શકાય? આ વગેરે ઉપરમાં વિસ્તારથી વિવેચાઈ ચૂકયું છે.
આ ઉપરથી સારરૂપ તાત્પર્ય એક જ છે કે–તાત્વિક–પારમાર્થિક સુખ કેવળ ધ્યાનથી જ ઉપજે છે, કારણ કે આત્મધ્યાનમાં પરાવલંબનની અપેક્ષા નથી, અથવા
પ્રગટ શુદ્ધ આત્મારૂપ પરમાત્માના જ અવલંબનની અપેક્ષા છે, એટલેધ્યાનસુખ તે કેવલ આત્માધીન છે, અને તે કર્મવિયોગમાત્રથી ઉપજે છે, આત્માધીન એટલે તેમાં કર્મનું પરવશપણું નથી. આમ સ્વાધીન એવા આત્મધ્યાનમાં
આત્મા ધ્યાતા છે, ધ્યેય આત્મા છે, ને ધ્યાન આત્મા છે. ધ્યાતાધ્યાન-ધ્યેયની ત્રિપુટીની અત્ર એકતા થાય છે, પરમ શુદ્ધ અંત થાય છે. સહજાત્મસ્વરૂપ એ જ સાધ્ય, સહજાન્મસ્વરૂપ એ જ સાધન, ને સહજાન્મસ્વરૂપ એ જ સિદ્ધિએમ અભેદ એકતા અત્ર થાય છે. એટલે કેઈ પણ પ્રકારની કઈ પણ વિકલ્પરૂપ આકુલતા થતી નથી, પરમ નિર્વિકલ્પ શાંતિ થાય છે, પરમ સ્વસ્થતા ઉપજે છે, તે જ પરમ સુખ છે, તે જ પરમ આનંદ છે. એવા પરમોત્તમ ધ્યાન સુખની તુચ્છ વિષયસુખમાં રાચનારા પામર જનેને શી ખબર પડે ? નગરમાં રહેનારા નાગર જનના સુખની ગમાર ગામડીઆને શી ગમ પડે ? તેમ અનુભવ વિના તે ધ્યાનસુખ કેમ કહી શકાય ?
“નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે; અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કણ લહે નર નારી રે.”—શ્રી . સક્ઝા. ૭-૩