Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રભા દરિ: “સઘળું પરવશ તે દુઃખલક્ષણ”, “પ્રતિક્રમણ કર્યો છૂટકે
(૫૭૩) થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટયું, આત્મા પરમ શાંતિમાર્ગને પાયે, સ્વરૂપે શમાયા સ્વરૂપમાં વિશ્રાંત થયો, સ્વરૂપ સમજીને તેમાં જ સમાઈ ગયો. આ એવા બધા “શમના પ્રકાર છે. અથવા તે સરવાળે પરિણામે એક જ છે.
આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને શમસાર–શમપ્રધાને કહ્યું છે. તેમજ–
सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥१७२॥ પરવશ સઘળું દુઃખ છે, નિજવશ સઘળું સુખ;
લક્ષણ એ સુખ દુઃખનું કહ્યું સંક્ષેપ મુખ્ય. ૧૭૨ અર્થ–પરવશ હોય તે બધુંય દુઃખ છે, અને આત્મવશ હોય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કહ્યું છે.
વિવેચન સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ;
એ દષ્ટ આતમગુણ પ્રગટે, તે વિણ સુખ કુણ કહીએ ?”–શ્રી કે. સઝાય. ૭-૨
જે કાંઈ પરવશ છે-પરાધીન છે, તે બધુંય દુઃખ છે; અને જે સ્વવશ છે-આત્મવશ છે. તે બધુંય સુખ છે; કારણકે તેમાં સુખ-દુ:ખના લક્ષણને વેગ છે આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે.
સામાન્ય લેકવ્યવહારમાં પણ કહેવાય છે કે “પારકી આશ તે સદા નિરાશ” પરાધીનતા-પરતંત્રતા જેવું કંઈ દુઃખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કંઈ સુખ
નથી. કેઈ પારકી આશે એશીયાળ થઈને પડ્યો હોય, તેનું દુઃખ તે સઘળું પરવશ પોતે જ જાણે છે. પરાધીન–પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુ:ખ ભોગવવું તે દખલક્ષણ પડે છે, તે હાલના જમાનામાં સર્વ કઈ જાણે છે. આમ જેમ
વ્યવહારમાં, તેમ પરમાર્થ માં પણ પરાધીનતા-પરતંત્રતા એ દુઃખ તે સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાર્થથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત-જુદી એવી વસ્તુને આધીનપણું–પરતંત્રપણું, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપણું–સ્વતંત્રપણું. જેમાં પર વસ્તુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે
કૃત્તિ - TRવાં દુઃવ-પરવશ તે સર્વ દુઃખ છે તેના લક્ષણના યોગ થકી, સર્વમાનમાં યુવઆત્મવશ તે સર્વ સુખ છે-એ જ હેતુથકી, પતતુરં–આ કહ્યું છે મુનિએ, સામેન-સમાસથી, સંક્ષેપથી ક્ષમ્-લક્ષણ, સ્વરૂપ, સુવદુયો -સુખ-દુઃખનું.