Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૭૦)
યોગદષ્ટિસમુરચય ભવબંધનરૂપ બેડી જ છે, એટલે પુણ્ય-પાપમાં કોઈ ફતભેદ નથી, અર્થાત પુણ્યફલરૂપ સુખ પણ કર્મોદયરૂપ હે દુઃખ જ છે, પરિણામથી* તાપથી, સંસ્કારથી, અને ગુણવૃત્તિના વિરોધથી પુણ્યજન્ય સુખ તે દુ:ખ જ છે.” જેને વધ કરાવાને છે એવા ઘેટાની દેહપુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણ હોય છે, લેહીતરસી જળ જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષયભેગને વિપાક પણ અતિ દારુણ હોય છે. સૂર્યને લીધે જ્યાં વિષયતૃષ્ણતાપથી ઇન્દ્રિયનું સંતપ્તપણું રહે છે, ત્યાં સુખ શેનું હોય? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આપવાની પેઠે ઇન્દ્રિયનો આલાદ છતાં તત્વથી દુઃખને સંસ્કાર દૂર થતો નથી. સુખ, દુઃખ અને મોહ એ ત્રણેય ગુણવૃત્તિઓ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપ જ છે.
ઈત્યાદિ પ્રકારે પુષ્યજન્ય વિષયસુખનું જે પ્રગટ દુઃખરૂપપણું જાણે છે, એવા પરમ વૈરાગ્યવાનું જ્ઞાની યેગી પુરુષ આ તુચ્છ વિષયસુખમાં કેમ રાચે ? મન્મથના સાધનરૂપ
| શબ્દાદિ વિષયને જય કેમ ન કરે ? “જડે ચલ જગની એઠ” “જિન”નો જેવા પુદ્ગલ ભેગને દૂરથી કેમ ફગાવી ન દે? પરમ અમૃત જેવા વિષયજય ધ્યાનસુખને રસાસ્વાદ જેણે ચાખ્યો હોય, તે તુચ્છ બાકસબુકસ જેવા
દુર્ગધિ વિષય-કદને કેમ ચાખે? કારણ કે વિષયસુખ પરાધીન છે, ત્યારે ધ્યાનસુખ સ્વાધીન છે. વિષયસુખ બાધા સહિત છે, ત્યારે ધ્યાનમુખ બાધા રહિત છે. વિષયસુખ વિચ્છિન્ન-ખંડિત છે, ત્યારે ધ્યાનસુખ અવિચ્છિન્ન-અખંડિત છે. વિષયસુખ બંધકારણ છે, ત્યારે ધ્યાનસુખ મક્ષિકારણ છે. વિષયસુખ વિષમ છે, ત્યારે ધ્યાનસુખ સમ છે. આવું પરમાત્તમ ધ્યાનસુખ જેને પ્રાપ્ત થયું હોય, તે પછી તુચ્છ વિષય ભણી નજર ૫ણ કેમ નાંખે?
આવું ધ્યાનસુખ વળી વિવેકને બળથી-જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું હોય છે. સ્વપર વસ્તુના ભેદવિજ્ઞાનથી જે વિવેક ઉપજે છે, આત્મજ્ઞાન સાંપડે છે, તેના સામર્થ્યથી
આ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ વિવેકજન્ય જ્ઞાનની ક્ષપશમની જેવી વિવેક બલજન્ય તીવ્રતા હોય છે, તેવી જ ધ્યાનની તીવ્રતા નીપજે છે; અને જેવી ધ્યાન સુખ ધ્યાનની તીવ્રતા નીપજે છે, તેવી આત્મસુખની તીવ્રતા ઉપજે છે. * “ જ દિ માહિ નો છું નત્રિ વિષેત્તિ પુouTયા ! હિં ઘોડમાં સંસાર મોહંછvળો ! ” શ્રી પ્રવચનસાર.
ન હાયર વંધણ તપનીયમ ા पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ||"
–( ઇત્યાદિ જુઓ ) શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લો. ૬૦-૭૪ * " परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् ।
ગુણવૃત્તિવિરોધાથ દુવં પુખ્યમવૈ કુલમ્ ” –શ્રી અધ્યાત્મસાર,