________________
(૫૬૮)
યોગદષ્ટિસમુચ્ચય
ध्यान मुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ॥
ધ્યાનજન્ય સુખ એહમાં, મન્મથને ઑતનાર, વિવેકબલથી ઉપજતું, સદૈવ જે શમસાર, ૧૭૧
અર્થ:–અને આ દૃષ્ટિમાં કામના સાધનને જીતનારૂં એવું ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે વિવેકબલથી ઉપજેલું હઈ સદેવ શમસાર જ હોય છે.
વિવેચન
“કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવનંતને ઉપાય છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી.
આ પ્રસ્તુત સાતમી દષ્ટિમાં જ ધ્યાનજન્ય સુખ હોય છે. અને તે કેવું વિશિષ્ટ હોય છે? તે કે મન્મથના-કામના સાધનેને જીતનારું, અર્થાત્ શબ્દાદિ વિષયનો જય કરનારૂં એવું હોય છે. વળી તે વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉત્પન્ન હેઈ, સદાય શમસાર–શમપ્રધાન જ હોય છે, કારણ કે વિવેકનું ફળ શમ છે.
આ દષ્ટિમાં જ ધ્યાનનું ખરેખર સુખ અનુભવાય છે; શુદ્ધ આત્માના ધ્યાનથી કે નિવ્યજ સાચેસાચો આનંદ ઉપજે છે, તે અત્ર સંવેદાય છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપ પરમ
અમૃતરસસાગરમાં નિમગ્ન થયેલ ગિરાજ જે સહજાન્મસ્વરૂપના ધ્યાન સુખ આનંદની શીતલ લહરીઓ અનુભવે છે, તેનું અવાચ્ય સુખ તે તે અનુભવ પોતે જ જાણે છે. આ ધ્યાનજન્ય સુખ વિષયજન્ય સુખથી ઉલટા
પ્રકારનું છે. કારણ કે અત્રે તે કામના સાધનરૂપ શબ્દાદિ વિષયોને* જૂત્તિ-દાનવું સુમિસ્યાં સુ-આમાં અધિકૃત દષ્ટિમાં જ માનજન્ય સુખ હોય છે કેવું વિશિષ્ટ છે કે સિતમથષનં-મમથના-કામના સાધનને જીતનારૂં, શબ્દાદિ વિષયને બદસ્ત કરનારું કણાની દેના. આને જ વિશેષણ આપે છે–વિવેઇવનિતવિવેકના બલથી ઉપજેલું, જ્ઞાન સામર્થ્યથી ઉપન, એટલા માટે જ, મારું સદૈવ -સદૈવ જ શમસાર–શમપ્રધાન -વિવેકના શમફલપણાને લીધે.
- "इन्द्रियसुखभाजनेषु हि प्रधानाः दिवौकसः । तेषामपि न खलु स्वाभाविकं सुखमस्ति, प्रत्युत तेषां स्वाभाविकं दु.खमेवावलोक्यते । यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परव प्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति | xxx तददुःखवेगमसहमाना अनुभवन्ति च विषयान् जलथका ફુવ તાવવાવત ક્ષય થાનિ | ' ઇ (વિશેષ માટે જુઓ)
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારટીકા ગા. ૭૧-૭૭.