Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૬૬ )
યોગદષ્ટિસમુચ્ચય ધ્યાનના ઘણુ ઘણા પ્રકાર છે, એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી, એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણું જીવોને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બેધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે.” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૨.
રોગ દોષને નાશ « ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પરપરિણતિ ઉદે. ”—શ્રી દેવચંદ્રજી.
ગ” નામને સાતમે ચિત્તદોષ અત્રે નષ્ટ થાય છે. રોગ એટલે રાગ-દ્વેષ-મેહ એ ત્રિદોષરૂપ મહારાગ-ભાવરોગ તેને અત્ર અભાવ થાય છે. અથવા સાચી યથાર્થ સમજણ
વિનાની ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ ક્રિયાને ઉછેદ થાય, એટલે ત્રિદોષ શુદ્ધ ક્રિયાને જે પીડારૂપ અથવા લંગરૂપ થાય, તે રોગ છે. (જુઓ સનિપાત પૃ. ૮૬) અને આવી માંદલી અશુદ્ધ ક્રિયાનું ફળ વાંઝિયું છે. (૧)
આત્મસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂર્શિત થાય છે,–આ જ મહ છે. અને તેને લીધે પરવસ્તુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગદ્વષ કરે છે. એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરપરિણતિને ભજે છે. આમ મહરાગ-દ્વેષ એ જ જીવને મોટામાં મોટો રોગ છે. જેમ ત્રિદેષ સન્નિપાતને રેગી પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકું તે પોતાનું એવું યદ્વાલદ્વા અસમંજસ બેલે છે, ટૂંકામાં જાણે બદલાઈ ગયું હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીત પણે-વિભાવપણે વર્તે છે, અને પિતાના સત્ સ્વરૂપથી નિપાતને પામી પોતાના “ સન્નિપાતી” નામને યથાર્થ કરે છે તેમ રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદોષ સનિપાત જે જીવને લાગુ પડયો હોય છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પિતાનું ને પિતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલપે છેલવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીત પણે–વિભાવપણે વત્ત છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવન નિજ સ્વરૂપથી નિપાત-અધ:પાત થાય છે, એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યે-વિભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે. આ જ જીવને મુખ્ય મહારોગ છે. (૨) અથવા યથાર્થ સાચી સમજણ વિનાની જે કિયા કરવામાં આવે તે પણ રોગ છે, કારણ કે તેથી શુદ્ધ ક્રિયાને ઉચછેદ થાય છે, એટલે કે શુદ્ધ ક્રિયાને પીડા ઉપજે છે અથવા તેને ભંગ થાય છે. માંદા માણસની ગમનાદિ ક્રિયા જેમ માંદલી હોય છે, તેમ આ રોગ દોષવંતની કોઈ પણ ક્રિયા માંદલીરેગિષ્ટ હોય છે. તાત્પર્ય કે શુદ્ધ ક્રિયા એટલે શુદ્ધ આત્મપરિણતિને જે પીડા ઉપજે,