Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સભા દષ્ટિ : આત્મયાનની મુખ્યતા, રેગ દેશને નાશ
હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ? ઈચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા ? પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા? લાવ્યા વિણ રસસ્વાદ, કહ કિમ પાવતા? ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કઈ ભક્તને, રૂપી વિના તે તે ન, હવે કઈ વ્યક્તિને અમ સતપુણ્યને યોગે, તમે રૂપી થયા, અમિય સમાણી વાણ, ધરમની કહી ગયા. તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, સેવ્ય ધ્યાયે હવે, મહાભયારણો શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિકા જના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન કરો થઈ એકમના.”
-શ્રી રૂપવિજયજી. “હારું ધ્યાન તે સમકિત રૂ૫, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી જાયે સઘળા હે પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હવે પછ.”–શ્રી યશોવિજયજી.
આ સર્વજ્ઞ પરમાત્માને પરમ શાંત, પ્રશમરસનિમગ્ન વીતરાગ ભાવ જેમાં મૂર્તિમંત થાય છે, એવી તેની તડાકાર સ્થાપનારૂપ જિનપ્રતિમા પણ ધ્યાન માટે
તેટલી જ ઉપકારી થાય છે. જિન અને જિનપ્રતિમા બન્ને નિમિત્ત જિનપડિયા સમાન છે, એવી આગમ વાણી છે. એટલે આ સ્થાપનારૂપ જિનપ્રતિમા જિન સારિખી” સાથે પણ જે અભેદતા વધી, તે આ આત્માના સ્વસ્વભાવ ગુણની
વ્યક્ત-પ્રગટ ગ્યતા સાધી એમ જાણવું. અને આવા આ રૂપી ભગવંતનું અદ્ભુત રૂપ દેખીને આશ્ચર્ય છે કે ભવ્યજન-ગ્ય એવા ગીજન અરૂપીપદ વરે છે! “નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે.”
જિનપડિમા જિન સારિખી, કહી સૂત્ર મઝાર.” ઠવણું સમવસરણ જિન સેંતી, જે અભેદતા વાળી રે,
એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે.”–શ્રી દેવચંદ્રજી. “દેખી અભુત તાહરું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; હારી ગત તું જાણે હે દેવ! સમરણ ભજન તે વાચક યશ કરેછે.”—શ્રી યશોવિજયજી.
તેમજ રૂપાતીત આદિ ધાન પ્રકારે પણ આત્માને સ્વરૂપાવલંબનમાં પરમ ઉપકારી થઈ આત્મધ્યાને ચઢાવે છે. આ આત્મધ્યાન જ મુખ્ય એવું ભેગસાધન છે, કારણ કે તેનાથી જ વેગને મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થાય છે, શુદ્ધ સ્વભાવરૂપ મોક્ષ સાથે યુજન થાય છે, શુદ્ધ આત્મતત્વના અનુસંધાનરૂપ યેાગ નીપજે છે. આ ધ્યાન કરનાર ધ્યાતા પોતે ધ્યેયરૂપ–પરમાત્મારૂપ બની જાય છે. “કર્મયોગને સમ્યક અભ્યાસ કરી, જ્ઞાનયેગથી સમાહિત એવો યેગી, ધ્યાન પર ચઢી, મુક્તિયોગને પામે છે."* x"कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ।।"
શ્રી અધ્યાત્મસાર,