Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૯૨)
ગદષ્ટિસમુચ્ચય ત્યાગીને સહુ પરપરિણતિરસ રીઝ જે, જાગી છે નિજ આતમ અનુભવ ઈષ્ટતા રે લે. સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, જાલિમ એ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લે.”
–શ્રી દેવચંદ્રજી ઇત્યાદિ પ્રકારે વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચનારા આ સમ્યગદૃષ્ટિ જોગીજનને ભેગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય છે, પરમ વૈરાગ્ય જ વતે છે; કારણ કે...(૧)
જેનું મન મૂંગે અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને આવા જોગીને કેકિલ કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નટીએ લલકારેલા ભેગ કેમ ગમે? પ્રિય સંગીતમાં જે રત થયા છે, તે કામિનીના કોમલ કરકંકણના
અવાજથી કેમ ઘૂર્ણાયમાન થાય ? (૨) અવિનાશી ને નિસગ–નિમલ એવા સ્વરૂપને જે દેખે છે, તે યોગીપુરુષને નાશવંત ને શુક્ર-શણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે? (૩) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી–ચંદનાદિ સુગંધી દ્રવ્યોથી કેમ આનંદ ઉપજે? કારણ કે બીજી સુગધી તે ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીઘ ઊડી જાય છે, પણ શીલસૌરભ તે લાંબે વખત ઉપયોગમાં આવે છે અને તેને વિભાવરૂપ વાયરે હરી શકતા નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમાં શાંત રસમાં મગ્ન થયું છે, તે ગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસેથી કેમ રીઝે? જે મધુર રસને ચાખતાં રસલુપીની રસનામાંથી રસ પડે છે–જીભમાં પાણી છૂટે છે, તે રસને ભયંકર વિપાક ચિંતવતાં આ વિરક્તજનેની આંખમાંથી પાણી પડે છે–આંસુ આવે છે. (૫) જ્યાં ગુણપુx બીછાવેલા છે એવી નિર્મલ સુવિકલ્પરૂપ તળાઈમાં જે ધૃતિ-પત્નીને આલિંગીને સૂતા છે, તે સમ્યગદૃષ્ટિજનો બાહ્ય સ્પર્શમાં કેમ રત થાય? આમ આ લેકના વિષયે આ વિરક્તચિત્ત સમ્યગ્દષ્ટિ જનેને આનંદદાયી થતા નથી. અરે ! આ મહાનુભાવે પરમાનંદરસનું પાન કરીને ધીંગાધડબા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તેઓ પરલેક સુખમાં પણ નિ:સ્પૃહ હોય છે !
ધર્મયતના આવા વિવેકી ધીર ને વિષયવિરક્ત સમ્યગ્દષ્ટિ મહાજને ધર્મબાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. આત્મધર્મમાં જેમ બાધા ન ઉપજે તેમ પ્રવર્તાવા તેઓ સતત યત્નશીલ રહે છે, અર્થાત જેમ બને તેમ આત્મપરિણતિમાં વર્તાવા પ્રયાસ કરે છે; પરભાવમાંથી
x "इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते।
विमले सुविकल्पतल्पके, क बहिः स्पर्शरता भवंतु ते ।। तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् ।
परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदरसालसा अमी ॥" (ઈત્યાદિ આધારરૂપ હદયંગમ વર્ણન માટે જુઓ) અધ્યાત્મસાર વૈરાગ્ય અધિકાર.