Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૪૮ )
યોગદૃષ્ટિસમુચ્ચય
થવા ચેાગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભેાક્તા છે. ( ૫ ) પાંચમુ' પદ—મક્ષપદ છે.-જે અનુપરિત વ્યવહારથી કમ'નું કર્તાપણું નિરૂપણ કર્યું", કર્તાપણું હાવાથી ભાક્તાપણું નિરૂપણ કર્યું", તે કમ'નુ' ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હેાય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ચેાગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા ચેાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. ( ૬ ) છઠ્ઠ પદ-તે મેક્ષના ઉપાય છે.—જો કદી કર્યંબંધ માત્ર થયા કરે એમ જ હાય તે। તેની નિવૃતિ કેાઈ કાળે સભવે નહી; પણ કમ''ધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે ક`બંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન સયમાદિ મેાક્ષ પદના ઉપાય છે. ’’
(વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૦૯ (૪૯૩) કર્તા નિજ કર્યાં;
66
આત્મા છે તે નિત્ય છે, છે છે ભાક્તા વળી મેાક્ષ છે, મેક્ષ ઉપાય સુધ
ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દશન પણ એહ; સમજાવા પરમાને, કહ્યાં
જ્ઞાનિએ એહુ, ”. -શ્રી આત્મસિદ્ધિ.
“ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણેા; આતમ તત્ત્વ કર્યુ. જાણ્યુ' જગતગુરુ ! એહુ વિચાર મુજ કહિયેા;
આતમ તત્ત્વ જાણ્યા વિણુ નિમાઁલ, ચિત્તસમાધિ નવિ લહિંયા મુ॰”—શ્રી આનંદઘનજી.
વળી આ આત્મતત્ત્વ સંબધી ષડ્કનની તે તત્ત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પર્યાયેાચના કરે છે: (૧) કાઈ આત્મતત્ત્વને અખંધ માને છે, પણ આ આત્મા ક્રિયા કરતા દેખાય છે, તે તે ક્રિયાનું ફળ કાણુ ભાગવશે ? ( ૨ ) જડ-ચેતન ષદન આ બન્ને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ અન્ને સરખા છે એમ કેાઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર નામનું દૂષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. ( ૩ ) આત્મદર્શીનમાં લીન એવા કાઇ કહે છે કે આત્મતત્ત્વ નિત્ય જ છે,' પણ તેમાં તેા કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ દોષ, અને નહિ કરેલા કર્મીના આગમનરૂપ અકૃતાગમ દોષ આવે છે, તે મતિહીનને દેખાતા નથી.
મીમાંસા
“ કઇ અંધ આતમ તત્ત માને, કરિયા કરતા દીસે;
ક્રિયાતણુ' ફૂલ કહે। કુણુ ભાગવે? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિસુવ્રત॰