________________
(૫૬૨)
યોગદષ્ટિસમુચ્ચય “તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મહારી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.” “પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વને ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્વ સમાય રે.” “ઈણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે; ધ્યાન પૃથફત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે.
ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું!”–શ્રી દેવચંદ્રજી. (૩-૪-૫) તેમજ–“દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વિચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને જે છે, એવા તે આચાર્ય મુનિ ધ્યેય છે—
ધ્યાન કરવા યોગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશમાં નિરત છે, આચાર્યાદિ યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હે! (તે પણ ધ્યેય ધ્યેય છે) દશન-જ્ઞાનસમગ્ર એવું મોક્ષના માર્ગરૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે
સાધે છે તે સાધુ એવા મુનિ છે, તેને નમસ્કાર હે !' આ પણ ધ્યાન કરવા યોગ્ય છે.–આ આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજાન્મસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવૃત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માઓ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષિઓનું સ્વરૂપધ્યાન આત્માર્થીને આત્મધ્યાનારૂઢ થવામાં અપૂર્વ પ્રેરણાદાયી હોવાથી પરમ ઈષ્ટ છે.–આમ પંચપરમેષ્ટિ આદિ આ સવ ધ્યેય-આલંબનને હેતુ આત્મસ્વરૂપના ધ્યાનપર આરૂઢ થવાને-ચઢવાનો છે, કારણ કે “જે કંઈ ચિંતવતાં સાધુ જ્યારે એકત્વ પામી નિરીહ વૃત્તિવાળો થઈ જાય છે, ત્યારે તેને નિશ્ચય ધ્યાન હોય છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન હોય છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિ આદિ ધ્યેયનું આલંબન પરમ ઉપકારી થાય છે.
૩. અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે-ધ્યાનને વિષય છે. ઉપરોક્ત અન્ય સર્વ ધ્યેયનું અંતિમ લક્ષ્ય અને ફળ પણ આ આત્મધ્યાન જ છે. કારણ કે એ અરિહંત સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ ધ્યેયના ચિંતનથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા-એકાગ્રતા *"दसणणाणपहाणे वीरेयचारित्ततवायारे । अप्पं परं च जुजइ सो आयरिओ मुणी झेओ। जो रयणत्तयजुत्तो णिच्चं धम्मोवएसणे णिरदो । सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ॥ दसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चरितं । साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स ।। जं किंचिवि चितंतो णिरीहवित्त। हवे जदा साहू । लध्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं झाणं ॥"
-શ્રી બદુ દ્રવ્યસંગ્રહ