________________
(૫૫૬)
યોગદષ્ટિસસુરાય આ દષ્ટિને સૂર્ય પ્રભાની ઉપમા આપી, તે યચિત છે. કારણ કે તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણ બળવાનું હોય છે, તેમ છઠ્ઠી કાંતા દૃષ્ટિ કરતાં સાતમી પ્રભા દષ્ટિનું દર્શન-બેધપ્રકાશ અનેકગુણવિશિષ્ટ બળવાન, પરમ અવગાઢ હોય છે. આને . “પ્રભા' નામ આપ્યું તે પણ યથાર્થ છે. પ્રભા અર્થાત્ પ્રકૃણ બધપ્રકાશ જેને છે
તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી છે, તેમ આ દષ્ટિની બેધ-પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી, બળવાન ક્ષપશમસંપન્ન હોય છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, સમસ્ત વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બેધપ્રકાશથી સર્વ પદાર્થસાર્થનું યથાર્થ દર્શન થાય છે.
યોગનું સાતમું અંગઃ ધ્યાન અને આ દૃષ્ટિને આ પ્રકૃણ બેધ-પ્રકાશ હોય છે, તેથી જ આ બે નિરંતર ધ્યાનને હેતુ થઈ પડે છે, કારણ કે જ્ઞાનપ્રમાણુ ધ્યાન થાય છે; જેવું જ્ઞાન બળવાન્ તેવું ધ્યાન પણ બળવાન હોય છે. આમ આ દષ્ટિ ધ્યાનપ્રિયા હોય છે, ધ્યાનની હાલી પ્રિયતમા જેવી હોય છે, જ્યાં ધ્યાન યોગીને અત્યંત પ્રિય હોય છે એવી હોય છે. એટલે અહીં સ્થિતિ કરતો યેગી જ્ઞાની પુરુષ પોતાને પરમ પ્રિય એવું અખંડ આત્મધ્યાન ધ્યાવે છે. અને આ આત્મધ્યાન તીક્ષણ આત્મા પગવાળું–આત્મજાગ્રતિવાળું હોવાથી, તેમાં પ્રાયે-ઘણું કરીને કોઈ પણ વિકલ્પ ઊઠવાને અવકાશ હેતે નથી, એવું તે નિર્વિકલ્પ હોય છે.
ધારણુ નામનું છઠું ગાંગ સાંપડયા પછી સ્વાભાવિક કમે સાતમું ધ્યાન નામનું ગાંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ધારણ એટલે અમુક વિષયમાં–પ્રદેશમાં ચિત્તબંધ થાય, એટલે તેના પુનઃ પુન: સંસ્કારથી તેના અંતસ્તત્વ પ્રત્યે ચિત્ત દોરાય છે, અને તેમાં જ એકાગ્ર થાય છે. આત્માને આત્મસ્વભાવ અભિમુખ ધારી રાખવારૂપ ધારણાથી આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન પ્રગટે છે. “યોગશ્ચિત્તવૃત્તિનિરોધ:” (પા૨–૧). ધારણમાં સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિમાં ચિત્તનું અવધારણું હોય છે, અને ધ્યાનમાં શુદ્ધ આત્મતત્વનું સાક્ષાત્ અનુસંધાન હોય છે. “તત્ર પ્રત્યકૈવજ્ઞાનતા થાનમ્' (પા. ૩–૨). ચિત્તના ધારણા-દેશમાં પ્રત્યયની એકતાનતા થવી અર્થાત્ ધારણા પ્રદેશમાં એક સરખા અખંડ પરિણામની ધારા રહેવી તે ધ્યાન છે. (જુઓ દ્વા. દ્વા.) “જે સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે, અને અસ્થિર ચિત્ત તે ભાવના, અનુપ્રેક્ષા, વા ચિંતા એમ ત્રણ પ્રકારે છે. એક અર્થમાં મનની અંતમુહૂર્ત સ્થિતિ તે ધ્યાન છે. અનેક અર્થસંક્રમમાં લાંબી પણ સ્થિતિ હય, તે અચ્છિન્ન-અખંડ એવી ધ્યાનસંતતિ છે. ” (જુઓ અધ્યાત્મસાર ).
ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે–(૧) આત્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, (૪) શુકલ. તેમાં આત્તરોદ્ર એ બે દુધ્ધન સંસારના કારણ હેઈ અપ્રશસ્ત અને અનિષ્ટ છે,