________________
(૫૫૮)
ગદષ્ટિસમુચ્ચય ચિત્તને સ્થિર ઈચ્છતા હો, તે ઈષ્ટ અનિષ્ટ અર્થોમાં મહ મ પામે, રાગ મ કરે, દ્વેષ મ કરો.'
" मा मुज्जह मा रज्जह मा दुस्सह इणि?अत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धिए ॥"
-શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તકૃત બૃહદ્ દ્રવ્યસંગ્રહ, આમ મનના અને ઇન્દ્રિયના જયથી જે નિર્વિકાર બુદ્ધિવાળો છે, તે ધ્યાતા શાંત અને દાંત એવો હોય છે, અર્થાત્ કષાયની ઉપશાંતતાથી તે શાંત હોય છે, અને
ઇંદ્રિયાદિના દમનથી તે દાંત હોય છે. ગીતામાં કહેલા સ્થિતપ્રજ્ઞના શાંત, દાંતઃ લક્ષણ આ શાંત-દાંત યોગીમાં સંપૂર્ણ પણે ઘટે છે- “હે અર્જુન ! સ્થિતપ્રજ્ઞ જ્યારે સર્વ મનોગત કામને-ઇચ્છાઓને છોડી દે છે, ત્યારે આત્માથી
આત્મામાં જ તુષ્ટ એ તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખમાં તેના મનને ઉદ્વેગ ઉપજતું નથી અને સુખમાં તે સ્પૃહા કરતા નથી. વીતરાગ, વીતભય, વીતકોધ હેય એ તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આત્મારામપણાએ સ્થિત એ શાંત-દાંત પુરુષ ખરેખર ! આવા લક્ષણવાળો હોય છે.
અને આ સાતમી દૃષ્ટિવાળા યોગી પુરુષ તો આવા ઉત્તમ કોટિના ધ્યાતા હોય જ છે, કારણ કે અત્યાર સુધીની ઉત્તમ યોગસાધનાથી તે અત્યંત સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ
થઈ ચૂક્યા છે. (૧) સૂક્ષ્મ તત્વબોધ અને તેની મીમાંસાથી–સૂક્ષમ આ દષ્ટિવાળો સદુવિચારણાથી તેને જ્ઞાન-દર્શનની ઉત્તમ ભાવના થઈ હોય છે. (૨) ઉત્તમ યાતા અહિંસાદિ પાંચ યમના પાલનથી, શૌચ સ તેષાદિ નિયમના સેવનથી
ચિત્ત સમાધાનકારી સુખાસનની દઢતાથી, બાહ્ય ભાવના વિરેચન અને અંતર્ આત્મભાવના પૂરણ-કુંભનરૂપ પ્રાણાયામથી, ઇંદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહારથી અને ચિત્તને ધર્મધ્યાનમાં ધારી રાખવારૂપ દઢ ધારણથી,આમ યોગગાના નિરંતર અભ્યાસથી–પુનઃ પુન: ભાવનથી તેની ચારિત્રભાવના ઉત્તમ પ્રકારની થઈ હોય છે. (૩) અને જ્ઞાન-દર્શન-ચારિત્રની આવી ઉત્તમ ભાવનાવાળા આ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પરમ વૈરાગ્યભાવનાથી રંગાયેલા હોય છે, તેથી પરમ ઉદાસીન એવા તે વીતરાગ પુરુષ કયાંય પણ સંગ-આસક્તિ કરતા નથી, આ લેક-પરલેક સંબંધી કેઇપણ ઇચ્છા ધરતા નથી, જીવવાની તેમને તૃષ્ણ નથી ને મરણુયોગથી તે ક્ષોભ પામતા x" प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। દુઃવેદનુદ્દિાનમના સુપુ વિતર: વીતરામચક્રોધઃ સ્થિતીનિયતે ”—ગીતા,
"सुविदिदपदत्यसुत्तो संजमतवसंजुदो विगतरागो। समणो समसुदुक्खो भणिदो सुद्धोवओगोत्ति ॥"
–શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી પ્રવચનસાર