________________
કતા દષ્ટિ પદનમીમાંસા, આત્મતત્વમીમાંસા
(૫૪૯) જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખે; દુઃખ સુખ સંકર દૂષનું આવે, ચિત્ત વિચારી જે પરિખે. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્વ, આતમ દરિશણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણે. મુનિ—શ્રી આનંદઘનજી
(૪) કોઈ કહે છે કે “આ આત્મા ક્ષણિક છે એમ જાણે. પણ તેમ માનતાં બંધમેક્ષ કે સુખ-દુઃખની વ્યવસ્થા નહિં ઘટે, એ વિચાર મનમાં લાવવા એગ્ય છે. (૫) કઈ વળી એમ કહે છે કે “ચાર ભૂત શિવાયની અળગી–જુદી એવી આત્મસત્તા ઘટતી નથી.” પણ આંધળે ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંને શે દોષ?—એમ અનેક વાદીઓના મતવિભ્રમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત્ત સમાધિ પામતું નથી, અને યથાર્થપણે આત્મતત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તે મુમુક્ષુએ કેમ કરવું? “સૌગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો, બંધ મેક્ષ સુખ દુખ નવિ ઘટે, એહ વિચાર મન આણે. મુનિ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જે નજર ન દેખે, તે શું કીજે શકટે? મુનિ એમ અનેક વાદિ મતવિભ્રમ, સંકટ પડિ ન લહે; ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિણ તત્ત કેઈ ન કહે મુનિવ”—શ્રી આનંદઘનજી.
ત્યારે તેને અંતરાત્મા (અથવા પરમાત્મા) જાણે જવાબ આપે છે કે–અહો આત્મન ! તું સર્વ પક્ષપાત છેડી દઈ, રાગ-દ્વેષ–મોહ પક્ષથી વર્જિત એવા એક આત્મતત્ત્વમાં રઢ લગાડીને મંડી પડ! જે કોઈ આ આત્માનું ધ્યાન કરે છે તે ફરી આમાં આવતું નથી, અને બીજું બધુંય વાજાલ છે એમ જાણે છે, આ તત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ–આત્માને વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરે યોગ્ય છે, અને તે જ તત્ત્વજ્ઞાની કહેવાય. એટલે એને અંતરાત્મા પુનઃ બેલી ઊઠે છે કે હે આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ! “મુનિસુવ્રત ! જે કૃપા કરે છે, “આનંદઘન પદ લહીએ.”
“વળતું જગગુરુ ઈણિ પેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ-દ્વેષ–મેહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી-મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કોઉ, સો ફિર ઈણમેં ના'વે, વાજાલ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત્ત લાવે. મુનિ જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે: મુનિસુવ્રત જે કૃપા કરે છે, આનંદઘન પદ લહિયે. મુનિ” -શ્રી આનંદઘનજી.
ઈત્યાદિ પ્રકારે પદની અને તે પરથી ફલિત થતા પડ્રદર્શનની મીમાંસા કરનાર