Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૧૦)
યોગદષ્ટિસમુચય બુદ્ધિ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આ ઋતંભરા બુદ્ધિને પ્રાતિજ જ્ઞાન પણ કહે છે. તે શ્રુતજ્ઞાન ને અનુમાન કરતાં અધિક છે, કારણ કે શ્રત ને અનુમાનને વિષય સામાન્ય છે, ઋતંભરાને વિષય વિશેષ છે. આ ઋતંભરા બુદ્ધિ અધ્યાત્મપ્રસાદથી-અધ્યાત્મની પ્રસન્નતાથી ઉપજે છેઅત્યંત આત્મશુદ્ધિથી પ્રગટે છે.-આ બધા નિષ્પન્ન-સિદ્ધ યોગના લક્ષણ છે. અને તે પાંચમી દષ્ટિથી માંડીને પ્રગટતા પામે છે.
“નાશ દેષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વૈરને રે બુદ્ધિ ઋતંભરા, એ નિષ્પન્નહ ગ....ધન ધન ચિઠ યોગના રે જે પરગ્રંથમાં, યોગાચારજ દીઠ; પાંચમી દષ્ટિથકી સવિ જેડીએ, એહવા તેહ ગરીઠ...ધન ધન.”
શ્રી સઝા ૬-૩-૪
પાંચમી સ્થિર દષ્ટિને સાર આ સ્થિરા દષ્ટિમાં–(૧) દર્શન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હોય છે, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ પ્રાપ્ત થાય છે, (૩) બ્રાંતિ નામનો પાંચમો ચિત્તદેષ ટળે છે, અને (૪) સૂફમધ નામને પાંચ ગુણ સાંપડે છે.
આ દૃષ્ટિવાળા સભ્યશની જ્ઞાની પુરુષને અજ્ઞાનધકારરૂપ તમોગ્રંથિને વિભેદ થયો હોય છે, એટલે તેને સમસ્ત સંસારસ્વરૂપ તેના ખરા સ્વરૂપમાં દેખાય છે. આ સર્વ ભવચેષ્ટા તે બુદ્ધિમંતને મન બાલકની ધૂલિહકીડા જેવી અસાર અને અસ્થિર ભાસે છે, સમ્યક્ પરિણત શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે તે સર્વ બાહ્ય ભાવને મૃગજલ જેવા, ગંધર્વનગર જેવા, અને સ્વપ્ન જેવા દેખે છે, અબાહ્ય-આંતર્ એવી કેવલ નિરાબાધ ને નિરામય જે જ્ઞાનજ્યોતિ છે તે જ અત્રે પરમ તત્વ છે, બાકી બીજે બધે ઉપપ્લવ છે,-એમ જેને વિવેક ઉપજે છે એવા આ સમ્યગદષ્ટિ ધીર સતપર તથા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અર્થાત્ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છે વિષયવિકારોમાં ઇદ્રિને જોડતા નથી; અને ધર્મને બાધા ન ઉપજે એમ તત્વથી યત્નવંત રહે છે.
- અલક્ષ્મીની સખી એવી લક્ષમી જેમ બુદ્ધિમતેને આનંદદાયી થતી નથી, તેમ પાપને સખા એ ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી, કારણ કે પાપને અને ભેગને સંબંધ એક બીજા વિના ન ચાલે એ અવિનાભાવી છે, અર્થાત ભેગ છે ત્યાં પાપ હોય છે જ પ્રાણીઓના ઉપઘાત સિવાય ભોગ સંભવિત x" अध्यात्म निर्विचारत्ववैशारखे प्रसीदति । ऋतंभरा ततः प्रज्ञा श्रतानुमितितोऽधिका॥"
- શ્રી યશoyત દ્વા દ્વા૦