________________
(૫૪૦)
યોગદષ્ટિસમુચય પ્રત્યે દોડે છે, પણ તે મિથ્યા જલ તે જાણે હાથતાદ્વી દઈને આવું ને આવું ભાગતું જ જાય છે! કાંઈ હાથમાં આવતું નથી, અને દેડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણા છીપવાને બદલે ઉલટી વધતી જાય છે ! તેમ જડ એવા વિષયપદાર્થ અને ચેતન એવા આત્માને સંબંધ થવો અસંભવિત છે, તથાપિ વિપર્યાસરૂપ દષ્ટિવિભ્રમથી (Illusion and Delusion) તે જડપદાર્થમાં આત્મબુદ્ધિના સમારોપથી તે સંબંધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાના પાણીને સાચું માનીને, વિષયતષ્ણાથી આકુલ બનેલે મહમૂઢ જીવરૂ૫ મૃગ તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દેડે છે, તે ઝાંઝવાના પાણીને માટે ખૂબ ઝાંવાં નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તે લાંબેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હોય, એમ દૂર ને દૂર ભાગતું જ જાય છે! અને આ નિષ્ફળ વિષયાનુવાવનથી ભવભ્રમણુજન્ય ખેદને લીધે, પથ સમા વિષયપિપાસુ જીવની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે, અને તેથી મહા ભવભ્રમણ દુઃખ સહવું પડે છે. - આ વિપર્યાસ જ સર્વ દુઃખનું મૂળ છે. તે જ જીવને ઉંધા પાટા બંધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં બુદ્ધિનો વિશ્વમ કરાવે છે. આ અનાદિ
અવિદ્યારૂપ વિપર્યાસથી ભોગસાધનરૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, આપ આપકું દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેહાદિરૂપ છું એવી મિયામતિ ભૂલ ગયા !” ઉદ્ભવે છે. એટલે પછી સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલ આત્મા ઇંદ્રિયદ્વારથી
પ્રવર્તતે રહી વિષયમાં પડી જાય છે, અને તે વિષયને પામીને પોતે પિતાને તત્ત્વથી જાણતું નથી, પોતે પોતાને ભૂલી જાય છે! શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે “આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર?” એના જેવી મહાહાસ્યાસ્પદ વાર્તા બને છે !
“હું ડી નિજ રૂપ, રમ્ય પર પુદ્ગલે,
ઝી ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે.–શ્રી દેવચંદ્રજી વિચારની ઉત્પત્તિ થયા પછી વદ્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સબંધનાં વદ્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય જીવની ભૂલ જોતાં તે અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે,