Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાંતા દષ્ટિ : ભવમાં સ્થિતિ, બહિરત્મા-દેહમાં આત્મબુદ્ધિ
(૫૪૩) ત્યાં જ નિ:શંક સ્થિતિ કરે, ભદ્વિગ્ન તે જેમ;
ગજબાલે મોહિયે, મોક્ષપથે પણ તેમ. ૧૬૮ અર્થ –તે જેમ ત્યાં જમાર્ગમાં, ભદ્વિગ્ન હોઈ, નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ ભેગબાલથી મહિત એ તે સ્થિતિ કરે છે.
વિવેચન માયાજલમાં જેને જલને દઢ અભિનિવેશ છે, એ તે ભેગતત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભદ્વિગ્ન રહી, ત્યાં જ માર્ગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ ભોગના કારણરૂપ દેહાદિ પ્રપંચથી માહિત એવો તે નિ:સંશય “સ્થિતિ’ કરે છે.
આનો આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિને અભિનિવેશ છે, એવો ભગતવ પુરુષ, આ જલ સાચું છે–ખરેખરૂં છે, એવા બાંધી લીધેલા પૂર્વગ્રહરૂપ
- મિથ્યાભાવને લીધે, સંસારથી ઉદ્વેગ-દુખ પામતે રહી, ત્યાં જ માર્ગમાં ભવમાં સ્થિતિ: સ્થિતિ કરે છે, પણ આમાં કાંઈ સાર નથી એમ જાણી તે સંસાર
મેક્ષમાગે સાગરને ઓળંગી જવા આગળ વધતું નથી, પુરુષાર્થ કરતું નથી, પણ “સ્થિતિ” એટલે તે ભેગમાં જ સ્થિતિ કરે છે, ભોગમાં રો-પચ્ચે રહે છે.
તેમજ ભેગકારણરૂપ દેહાદિ પ્રપંચથી મેહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાગમાં પણ “સ્થિતિ” કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંને ત્યાં અટકી રહે છે–થેભી રહે છે, પડ્યો રહે છે, પણ આગળ વધતું નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાર્ગમાં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ સ્થિતિ' કરે છે. અર્થાત્ તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મોક્ષમાર્ગે આગળ વધતા નથી. તે આ પ્રકારે –
આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપઅજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પરપદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે.
અનાદિ કાળના અધ્યાસથી દેહાદિ પરવસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી બહિરાત્માઃ બધી સજજડ થઈ ગઈ છે. એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઈ છે કે
દેહમાં “દેહાદિ તે જ હુ” એવી વિપર્યાસ બુદ્ધિ-વિપરીત મતિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના દીર્ઘકાલના સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે !
આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરાક્ષુખ એ આ બહિરાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિયદ્વારાથી કુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં