Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૪૨)
ગદષ્ટિસમુચ્ચય કારણ હેય, તે ગૃદ્ધિહેતુપણાથી રાગાદિ ભાવોના કારણપણાને લઈને વિષય કદન્નના અને કર્મ સંચયરૂપ મહા અજીર્ણના નિમિત્તપણને લઈને કદન્ત જાણવા મનોરથ યેગ્ય છે.” (ઉ. ભ. પ્ર. કથા) એવી તે કદન્નરૂપ ભિક્ષા ભક્ષણ કરવા
ઈચ્છતો આ જીવ નાના પ્રકારના વિષય સંબંધી મારો કરે છે,થાવત્ તે ચક્રવર્તીપણાને મને રથ પણ કરે છે. અને આ ચક્રવત્તી પણ ભગવાન સતસાધુઓને ક્ષુદ્ર રંક જેવો પ્રતિભાસે છે, તે પછી શેષ અવસ્થાઓનું તે પૂછવું જ શું?”
અને આવા કદન્ત જેવા આ ધન-વિષય-કલત્રાદિથી પૂરાઈ રહ્યા છતાં આ જીવને અભિલાષાને વિચ્છેદ થતું નથી, એટલું જ નહિં પણ તેની તૃષા વિશેષ ગાઢપણે અભિવૃદ્ધિ પામે છે. કારણ કે જેમ ગાઢ ગ્રીષ્મમાં દવદાહથી તાપ પામેલ શરીરવાળા, પિપાસાથી–તરસથી અભિભૂત ચેતનાવાળા, મૂચ્છથી ઢળી પડેલા એવા કેઈ પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં, પ્રબલ કલ્લેબમાલાથી આકુલ એવા ઘણું ઘણું મહા જલાશયસમૂહે પીતાં પણ જરાય તૃષાની ન્યૂનતા ઉપજાવતા નથી, તેમ આ જીવને પણ આ વિષયાદિ વત્ત છે. તે આ પ્રકારે:-અનાદિ સંસારમાં પરાવર્તન કરી રહેલા આ જીવે પૂર્વે દેવને વિષે અનંતીવાર નિરુપચરિત એવા શબ્દાદિ ભેગો પ્રાપ્ત કરેલા છે, અનંત અમૂલ્ય રત્નરાશિઓ મેળવેલા છે, પતિના વિશ્વમેને ખંડિત કરે એવા વિલાસિનીવૃદો સાથે વિલાસ કરેલા છે, ત્રિભુવનાતિશાયિની નાના પ્રકારની કીડાએથી કીડન કરેલું છે. તથાપિ જાણે મહાબુભક્ષાથી–ભૂખથી કૃશ ઉદરવાળો હોય એમ આ જીવ શેષ દિનના ભક્ત વૃત્તાંતને કાંઈ પણ જાણ નથી !! કેવલ તેના અભિલાષથી શોષાય છે !!! -તેથી તૃપ્તિ ન તેને થાય, પણ બુભક્ષા વધતી જાય !”
' –શ્રી ઉ. ભ. પ્ર. કથા (ડી, ભગવાનદાસ મ, મહેતાકૃત અનુવાદ) આવી કદન્નરૂપ આ વિષય મૃગતૃષ્ણાની પાછળ દોડવાથી આ જીવને આ બધી અનર્થ પરંપરા સાંપડે છે, અને તેને ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયાજાલરૂપ તે માયાજલમાં તેને ગાઢ અભિનિવેશ-મિથ્યા આગ્રહ છે, એટલે તે તેને ઉલ્લંઘી જવાની હામ ભીડતે નથી, અને જ્યાં છે ત્યાંને ત્યાં એટલે કે વિષય-કાદવમાં ડુક્કરની જેમ પડયો રહે છે !!
स तत्र भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् ।
मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥१६८॥ વૃત્તિઃ-સ-તે, માયામાં જેને જલને દઢ આવેશ છે તે, તા-ત્યાં જ, પથમાં, માર્ગમાં મોનિઃભદ્વિગ્ન હોઈ, ચણા-જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, તિરંગાય-નિઃસંય સ્થિતિ જ કરે છે.-જલબુદ્ધિના સમાચથો, મોક્ષમાડપિ હિ-નાનાદિ લક્ષવાળા મોક્ષમાર્ગમાં પણ, તથા-તેમ અસંશય રિથતિ કરે છે. મોનરન્નાટોહિત –ભેગજંબાલથી–ભેગનિબંધન દેતાદિ પ્રપંચથી મેહિત એવો તે એમ અર્થ છે.