Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાંત દષ્ટિ વિષયને ભિખારી નિપુણ્ય ક
(૫૪) કે જે ભૂલને વિચાર કર્યાથી સર્વે ભૂલને વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સેવે ભૂલ મટે છે. કઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઈ છે, પણ તે કર્તાવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. ”શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૩. (૫૦૦)
આ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવતુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાય છે, “આપ આપકું ભૂલી ગયા !' એ જ મોટામાં મોટી
કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલની પરંપરા નીપજે છે, તે વિષયનો એટલી હદ સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર ભિખારી બની જાય છે. પંચ ઇંદ્રિયના વિષયોમાં તે એટલે બધે તન્મય થઈ નિપુણ્યક રંક જાય છે કે તે પિતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઈ, વિષયમાં જ
| સર્વસ્વ માની તેની ગષણમાં અહોનિશ મંડ્યો રહે છે ! અને વિષયતૃષ્ણાથી આ ને તપ્ત બની નિરંતર દુઃખ અનુભવે છે, છતાં તે વિષયોને કી વિષયોનો કેડો મૂકતે નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આ તે વિષયખુભુક્ષુ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિદ્ધર્ષિએ અનુપમ શૈલીથી તાદશ્ય વર્ણવેલા તે નિપુણ્યક રંકના જેવું સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઈ રાતદિવસ વિષયકદન્નની ભિક્ષાર્થે ભમે છે ! જેમકે
“ આ જીવ આ સંસારનગરમાં અપરાપર જન્મ લક્ષણરૂપ ઊચા-નીચા ગૃહમાં વિષય-કદનના આશાપાશને વશ થઈ અવિરામપણે ભમ્યા કરે છે.
“ક્ષુધાથી જસ દુર્બલ દેહ, ગૃહે ગૃહે ભિક્ષાથે તેહ કરમાંહિ ગ્રહોને ઘટપાત્ર, નિન્દાતે ભમતે દિનરાત્ર. સર્વાગી મહાઘાત ઉતાપ, તિહાં અનુગત ચેતન આપ;
ય માડી! રે કરજો ત્રાણુ!' પોકારે એવી દીન વાણ. જવર કુછ ઉન્માદ સંયુક્ત, શૂલપીડિત ને પામી યુક્ત; સર્વ રોગને તેહ નિવાસ, વેદનાવેગે વિહલ ખાસ. પામીશ ભિક્ષા તે તે ગેહ, ઈત્યાદિક ચિંતવત એહ; વિકલ્પાકુલ મનમાં થાય, રૌદ્રધ્યાન ભરતે જાય. સંતને કરુણનું સ્થાન, માનીએાને હાસ્ય નિદાન બાલને કીડન આવાસ, ઉદાહરણ પાપીને ખાસ.”
-શ્રી ઉ. ભ. પ્ર. કથા, પ્ર. ૧ (ડે. ભગવાનદાસકૃત સપઘમઘ અનુવાદ) “સંસારને વિષે અહોનિશ પર્યટન કરતા આ જીવના જે આ શબ્દાદિ વિષય અને જે આ બંધુવર્ગ-ધન-સુવર્ણાદિ, અને જે કીડ-વિકથા આદિ અન્ય પણ સંસાર