Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૩૬)
ગદષ્ટિસમુચ્ચય તે સહુ કોઈ જઈ શકે છે, એમ જાણી, લેગ મળે પણ નિલેપ રહેવારૂપ એકપદી પર ચાલવાનું દુર્ઘટ કાર્ય કઈ વિશિષ્ટ જ્ઞાની વિશેષને માટે રહેવા દઈ, ઈતર જનેએ તો વિધ્યત્યાગરૂપ રાજમાર્ગે જ ચાલવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા એગ્ય છે, એ જ અત્ર તાત્પર્ય છે. (જુઓ, અધ્યાત્મસાર ).
એટલે જ્ઞાની પુરુષના અધ્યાત્મ વચને વાંચી પિતાની તથારૂપ આત્મદશા થયા વિના, પોતાની તેવી દશા કલ્પી લઈ, જે શુષ્ક જ્ઞાનીઓ સંસારમાં રહીને ભેગ ભોગવતાં
છતાં નિષ્કામપણું ભજવાનો ખોટો ડોળ-દંભ કરે છે, તે અજ્ઞાનીઓ દંભી અજ્ઞાનીને ખરેખર ! આત્મવંચના જ કરે છે, અને યોગ-અધ્યાત્મની હાંસી-વિડં. કરણ ફેજ ! બના જ માત્ર કરે છે! કારણ કે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને
( નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિ પણ તેનું ઘર અધઃપતન કરે છે. માટે ખરેખર જે નિષ્કામપણું ભજવું જ હોય તો તેવા બાહ્ય નિમિત્ત પ્રસંગને પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. સંસારપ્રસંગમાં પણ અસંગ રહી નિષ્કામવૃત્તિ અખંડપણે જાળવનારા પરમ પુરુષ તે અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક બેગ પ્રસંગને જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાર્ગ છે. આ અનાસક્ત ગ તો કોઈક વિરલા પરમ ગસિદ્ધ પુરુષે જ સાધી શકે છે. બાકી તથારૂપ યોગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તે બિચારા ખત્તા જ ખાય છે, ત્યાહ ઉપજાવનારા બાહ્ય નિમિત્તે તેને સસ્વરૂપથી ભ્રષ્ટ કરે છે–પાડી નાંખે છે, અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે મેગીને બદલે “ભેગી’ બને છે ! એટલા માટે જ જ્ઞાની પુરુષોએ વિષયલેગ સાધનને પતનસ્થાન જાણી બાહ્ય સંગનો પણ સર્વથા નિષેધ કર્યો છે, તે સહેતુક છે. પરમાણુ માત્ર પણ પરવસ્તુને લેશ પણ સંગ કરવા ગ્ય નથી, એ એમને નિરંતર ઉપદેશ છે. અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યોગ સાધવા પ્રવર્તાવાની ચેષ્ટા કરનારને ચેતવણીરૂપ “લાલબત્તી’ તેઓએ આગળ ધરી છે. જેમકે
હે જ્ઞાની! કદી પણ કંઈ કર્મX કરવું ઉચિત નથી. તથાપિ જે તું એમ કહે કે હું તે ભોગવું છું, પણ પરદ્રવ્ય કદી હારૂં નથી,” તે અરે! તું દુર્ભક્ત જ છે, અર્થાત્ જે હારૂં નથી તે તું ભગવે છે, એટલે તું દુષ્ટ ભેગવનાર છે અને જે તે કહે કે “ઉપભોગથી બંધ નથી, કારણ કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ નથી એમ
x “ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते,
भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बंधः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाधुध्रुवम् ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી સમયસારકલશ,