Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાંત દષ્ટિ : “મન ગુણ અવગુણ ખેત', બલીયસી ધમશક્તિ
(૫૩૭) શાસ્ત્રમાં કહ્યું છે,' તે શું આ હારી ગપ્રવૃત્તિ કામચાર છે-ઈચ્છા પ્રવૃત્તિ છે? અને એમ છે તે શું બંધ નથી ? માટે હે જ્ઞાની ! તું જ્ઞાનરૂપ થઈને વસ, નહિં તે ચોક્કસ હારા પિતાના અપરાધથી તું બંધને પામીશ. તેમજ-કર્મનયના અવલંબનમાં પરાયણક્રિયામાં રચ્યાપચ્યા રહેનારા એવા ક્રિયાજડ જે જ્ઞાનને નથી જાણતા તે મગ્ન છે, સંસારસમુદ્રમાં ડૂબી ગયેલા છે. જ્ઞાનનયને ઇચ્છનારાઓ પણ જે સ્વચ્છેદથી મંદ ઉધ્યમવાળા છે તે પણ મગ્ન છે, સંસારસાગરમાં ડૂબેલા જ છે. વિશ્વ ઉપર તે તે તરે છે, કે જે સતત સ્વયં જ્ઞાન થઈ-જ્ઞાનરૂપે પરિણમી કર્મ કદી પણ કરતા નથી, અને કદી પણ પ્રમાદને વશ થતા નથી. '
વળી અત્રે જ્ઞાનાક્ષેપકવંત કવચિત્ ભાગ ભોગવતાં છતાં પણ અસંગ હોઈ નિર્લેપ રહી શકે છે એમ કહ્યું, તે તેની અભુત ગસિદ્ધિનું સામર્થ્ય સૂચવવા માટે
કહ્યું છે, તે ભેગ ભેગવે જ એમ કહેવા માટે કહ્યું નથી, પણ કવચિત જ્ઞાની ભેગી કોઈ યોગીવિશેષને પૂર્વ પ્રારબ્ધોદયથી તેવી સંભાવનાની અપેક્ષા લક્ષમાં છતાં અભેગી ! રાખી, તેનું અસાધારણ અતિશયવંત દઢયેગીપણું દર્શાવવા માટે કહ્યું છે.
કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ વિષયને પર પદાર્થ જાણે છે, તેમાં આત્મભાવ કરતા નથી, તે પિતાના નથી જ એમ દઢ આત્મપ્રતીતિથી માને છે. અને તેમાં સ્વપ્નાંતરે પણ પરમાણુ માત્ર પણ આસક્તિ રાખતા નથી. એટલે સુક્કો ગોળો જેમ ભીંતને લાગતું નથી, તેમ ખરેખરા અનાસક્ત જ્ઞાની પુરુષ વિષયોથી બંધાતા નથી, કેવળ અલિપ્ત જ રહે છે. પૂર્વ પ્રારબ્ધોદયથી કદાચને ભોગ ભોગવવું પડે, તે પણ તેમાં સર્વથા અસંગપણાને લીધે જ્ઞાની લપાતા નથી, એવી અપૂર્વ ઉપગજાગૃતિ રાખે છે. આ ખરેખર ! તેઓના જ્ઞાનનું જ સામર્થ્ય અથવા વૈરાગ્યનું જ સામર્થ્ય છે. તેમજ–
વિષયો જે છે તે પિતે તેના સ્વરૂપથી ગુણરૂપ પણ નથી કે દેષરૂપ મન ગુણ પણ નથી. એટલે “વિષયોને બંધ ઉત્પાદનમાં નિયમ નથી; અજ્ઞાનીને અવગુણ ખેત તેથી બંધ થાય છે, જ્ઞાનીને કદી થતો નથી. જે સેવતાં કદી જેની
અશુદ્ધિ થાય છે, તેનાથી જ તેની કદાચિત્ શુદ્ધિ થાય છે, એમ શાસ્ત્રવચન છે.” (જુઓ અધ્યાત્મસાર) પણ તે વિષયના નિમિત્તે જે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ઉપજે છે, તે જ બંધનું કારણ છે. તેથી મન જ ગુણ-અવગુણનું ક્ષેત્ર છે, ઉત્પત્તિસ્થાન છે.
મન ga મનુષ્યાળાં જાઉં વંધમોક્ષયો ” અને વીતરાગ જ્ઞાની પુરુષને તે એ પરમ વૈરાગ્ય વર્તે છે કે તેને વિષયોમાં લેશમાત્ર પણ ઈચ્છાનિષ્ણ બુદ્ધિ હોતી જ નથી, નિમૂળ જ
+ “મના શર્મનાવટ-વનપા જ્ઞાનં નાનંતિ રે,
मग्नाः ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदोद्यमाः । विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंत: स्वयं, જે કુત્તિ જ ગાતુ ન વ યાંતિ કમાય -શ્રી સમયસાર કલશ ,