Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાંતા દૃષ્ટિ: હિતેાદયવતી મીમાંસા
(૫૧૯) કારણ કે જેને સૂક્ષ્મધ ઉપજે છે, તે પછી તે બેધનું મીમાંસન કરે છે, તલસ્પર્શી સવિચારણું કરે છે, અહોનિશ ઊહાપોહ કરે છે, નિત્ય મનન-નિદિધ્યાસન કરે છે, નિરંતર તત્વચિંતન કરે છે. જેમ કેઈ ખેરાક ખાય તે બરાબર રસપૂર્વક ચાવે તે હોજરીમાં પાચક રસની બરાબર ઉત્પત્તિ થાય, ને તેની પાચનક્રિયા ઉત્તમ થાય, અને પછી તે રસ લેહમાં એકરસ થઈ સર્વ અંગને માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે; તેમ સમ્યગ બેધરૂપ આહાર પણ રસપૂર્વક બરાબર ચાવવામાં આવે, અર્થાત્ પુનઃ પુનઃ મનન કરવામાં આવે તે ઉત્તમ ભાવરૂપ રસની નિષ્પત્તિ થાય, ને શુદ્ધ આત્મપરિણતિરૂપ ઉત્તમ પાચનક્રિયા થાય, અને પછી તે પરિણત રસ આત્માના અંગેઅંગમાં-પ્રદેશેપ્રદેશમાં વ્યાપ્ત થઈ તેને શુદ્ધ આત્મધર્મની પુષ્ટિથી માંસલ કરે, પુષ્ટ–ભરાવદાર બનાવે. આ દષ્ટાંતથી મીમાંસાનો પરમાર્થ સમજાય છે.
એટલે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ દ્રવ્ય, ગુણ, પર્યાય, તેને ભંગ, નય, પ્રમાણ, સત્ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી, સપ્તભંગી, આત્મા, કર્મ, વેગ આદિ દ્રવ્યાનુગાંતગંત સૂક્ષમ વિષયોની તલસ્પેશિની અવગાહના કરે છે; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું અસ્તિપણું છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું નાસ્તિપણું છે, એવું ઊંડું ગંભીર તત્ત્વચિંતન કરે છે. આ દ્રવ્યાનુયોગના પરમ રહસ્યભૂત-કળશરૂપ પરમ આત્મતત્વનું-ભગવાન સમયસારનું અર્થાત્ શુદ્ધ આત્માના સહજ સ્વરૂપનું પરિશીલન કરી, તેને આત્મસ્વભાવભૂત કરી મૂકે છે.
“ગુણ પર્યાય અનંતતા રે, વળી ય સ્વભાવ અગાઉં રે; નય ગમ ભંગ નિક્ષેપના રે, હે પાદેય પ્રવાહ રે...કુંથુ જિનેસ! નિજ ભાવે સીય અસ્તિતા રે, ૫ર નાસ્તિત્વ સ્વભાવ;
અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવે રે...કુંથુ.—શ્રી દેવચંદ્રજી. અને આવી સૂક્ષ્મ મીમાંસાતત્વવિચારણું હિતેાદયવાળી હોય છે, આથી હિતેદયસર્વ પ્રકારના આત્મકલ્યાણની સંપ્રાપ્તિ થાય છે. ઉદય એટલે ચઢતી કળા. જેમ સૂર્યને ઉદય થઈ તે ઉત્તરોત્તર વધતી તેજસ્વિતાને પામી મધ્યાહુને પૂર્ણપણે પ્રતાપે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ સૂર્યને ઉદય થઈ, ઉત્તરોત્તર ચઢતી આત્મદશાને પામી, પૂર્ણ આત્મસ્વરૂપ મધ્યાહ્નને પામે છે. અથવા જેમ બીજને ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણિમાએ પૂર્ણ સ્વરૂપને પામે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ શુદ્ધ સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિમાં પર્યાપ્તિ પામે છે. સહસ્ત્રદલકમલકલિકા જેમ ઉત્તરોત્તર વિકાસને પામી, પૂર્ણપણે ખીલી ઊઠે છે, તેમ અત્ર હિતોદયરૂપ સહસ્ત્રદલ કમલ સાનુબંધ વિકાસને પામી પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળે છે. નવે નિધાન અને અષ્ટ મહાસિદ્ધિ આદિ કિકર થઈને જ્ઞાની પુરુષને અનુસરે છે, પણ અવધૂત નિરપેક્ષ જ્ઞાની તે તેની સામું પણ પાછું