________________
કાંતા દષ્ટિ: ધર્મને સમવિભાવ તે કમ, સ્વભાવ તે ધર્મ
(૫૨૧) ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. આ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવા યોગ્ય છે. અત્રે “ધર્મ એટલે સનાતન–શાશ્વત એવો આત્મધર્મ સમજ. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું નામ જ “જિન” અર્થાત વીતરાગ પ્રભુ છે; અને એવા તે જિનને અર્થાત્ શુદ્ધ આત્માને ધર્મ તે જ જિનધર્મ છે, અને તેનાથી અન્ય તે કર્મ છે. તે કર્મને જે કાટે-કાપે તે જિનવચન છે. આમ તત્ત્વજ્ઞાનીઓનો મર્મ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હેઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. આવા આત્મભાવમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવા તેનું નામ “ધર્મ' છે; અને તે જ વાસ્તવિક એ વસ્તુ-ધર્મ છે. કારણ કે જ્ઞાનદર્શનચારિત્રાદિ આત્માના સ્વભાવભૂત ગુણ છે, અથવા તે જેમાં અંતર્ભાવ પામે છે એ શુદ્ધ એક ટંકે કીર્ણ જ્ઞાયક ભાવ એ જ આત્માને સ્વભાવ છે, તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તે આત્મવસ્તુને ધર્મ છે. “રઘુરાવો મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધમ. આમ નિર્મલ જ્ઞાન દર્શનમય આત્મભાવમાં વર્તવું તે જ ધર્મ છે. પણ ધર્મના આ વાસ્તવિક સ્વરૂપનું જગતને ભાન નથી. ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે” આખું જગત્ “ધર્મ ” “ધર્મ” કરતું ફરે છે, પણ તેને ધર્મના મર્મની ખબર નથી. નહિ તે આ ધર્મ જિનેશ્વરનું ચરણ ગ્રહ્યા પછી કઈ કર્મ બાંધે જ નહિ,-એમ મહાગીતાર્થ મહાત્મા આનંદઘનજી ગાઈ ગયા છે.
લેકે પારકે ઘેર ધર્મ શોધતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે જોતાં નથી ! આ તે તેઓ કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે ! કસ્તુરી મૃગની નાભિમાં
જ કસ્તૂરીને વાસ છે, છતાં તે મૃગને તેને પરિમલ ક્યાંથી આવે છે કસ્તુરી મૃગનું તેનું ભાન નથી. એટલે તે બિચારે તેની શોધમાં બહાર ચોતરફ દૃષ્ટાંત ભમ્યા કરે છે! તેમ આ ધર્મ તે પોતાના આત્માની અંદર જ રહ્યો છે,
કાંઈ ગામ ગયો નથી, છતાં અહીંથી મળશે કે નહીથી મળશે એવી ખોટી આશાએ અજ્ઞાન લેક તેને ટૂંઢવા માટે ચારેકેર ઝાંવા નાંખી નકામા હેરાન થાય છે, ને નિષ્ફળ ખેદ ધરે છે. પોતાના મુખની આગળ જ જે પરમ નિધાન પ્રગટ ખુલ્લે પડ્યો છે, તેને ઉલંઘી જઈને, તેઓ તેની શોધમાં હાર નીકળી પડે છે!! (જુઓ પૃ. ૪૮૦). પર ઘરે જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન લહે રે ધમ; જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરીઓ, મૃગમદ પરિમલ મર્મ.
શ્રી સીમંધર સાહેબ સાંભળે.” -શ્રી યશોવિજ્યજી કૃત સ. ગા, સ્ત, આમ આ ધર્મ તે પોતાના આત્મામાં જ રહ્યો છે, અથવા આત્મા પોતે જ