Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાંતા દષ્ટિ: સામાક્ષેપકવત-“મન મહિલાનું વહાલા ઉપરે?
(૫૨૭) શ્રતધર્મ મન તસ સદા, અન્ય કાર્ય તન ગ;
એથ આક્ષેપક જ્ઞાન, ભવહેતુ નહિ ભેગ. ૧૬૪ અર્થ –એનું મન નિત્યે કૃતધર્મમાં હોય છે, કાય જ અન્ય કાર્યમાં હોય છે; આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગે ભવહેતુ થતા નથી.
| વિવેચન આ પ્રસ્તુત દૃષ્ટિવાળા ભેગીનું મન મૃતધર્મની દઢ ભાવનાને લીધે શ્રુતધર્મમાંઆગમમાં હોય છે, અને એની કાયા જ સામાન્ય એવા અન્ય કાર્યમાં હોય છે. આ જ કારણથી આક્ષેપક જ્ઞાનને લીધે ભેગો એને ભવહેતુ–સંસારકારણ થતા નથી.
આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગદષ્ટિ યોગી પુરુષને આત્મધર્મની એવી દઢ ભાવના ઉપજ હોય છે, કે તેનું મન શ્રીમદ્ સત્પરુષ સદ્દગુરુ ભગવાન પાસેથી શ્રવણ કરેલા તે
શ્રતધર્મમાં–આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર આક્ષેપક જ્ઞાન સંબંધી બીજા સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તો તે
આજ્ઞારૂપ-કૃતધર્મમાં જ ચૂંટેલું હોય છે. આ ધર્મનું તેને કોઈ એવું અજબ આકર્ષણ-આક્ષેપણ હોય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તને પોતાના ભણ આક્ષેપ-આકર્ષણ કરે છે. લેહચુંબક જેમ લેઢાને ખેંચી રાખે છે, તેમ શ્રતધર્મ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં આકર્ષનારું-ખેંચી રાખનારૂં જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. અને તેવું સહજ સ્વભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ
જ્ઞાનાક્ષેપકવંત” કહેવાય છે. અત્રે આ લેકપ્રસિદ્ધ દષ્ટાંત ઘટે છે. મહિલાનું અર્થાત્ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજા બધાં કામ કરતાં પણ પોતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં છતાં, કે ભોગ ભોગવતાં છતાં પણ નિરંતર શ્રતધર્મમાં જ લીન હોય છે, આસક્ત હોય છે. આ મહામુમુક્ષુનું મન મેક્ષમાં અને ખેળીઉ સંસારમાં—એવી સ્થિતિ હોય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશે અદ્દભુત પરમાર્થ. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તિમ શ્રત ધર્મે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે....ધન.”—શ્રી. યો, દ, સક્ઝાય ૬-૬
આ વચન ઉપર સૂક્ષ્મ મીમાંસન કરતાં પ્રખર તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું છે કે-“ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દને અર્થ) સ્ત્રીનું મન પિતાના પ્રિય એવા ભર્તારને વિષે લીન છે, તેમ સમ્યગદષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એ જે ઉપદેશ ધર્મ તેને વિષે વીનપણે