Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૩૦)
યોગદષ્ટિસમુરચય ધર્મને જ-આજ્ઞાપ્રધાન સ્વભાવ ધર્મને જ ઈચ્છે છે, એ વિષયને નહિ ઈચ્છતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધદયથી ભેગવવા પડે તે અલેલુ૫૫ણે-અનાસક્ત ભાવે ભોગવી નિર્જરી નાંખે છે. જ્યારે અજ્ઞાની જીવ તે અત્યંત ઉપપણે-આસક્ત ભાવે જોગવી પુનઃ બંધાય છે. આમ જ્ઞાની–અજ્ઞાનીની વૃત્તિમાં ને દષ્ટિબિન્દુમાં આકાશ-પાતાલનું અંતર છે. એટલે જ ભેગને નિરંતર ઈચ્છતે એ અજ્ઞાની ભગ નહિં ભગવતાં છતાં બંધાય છે! અને ભેગને અનિચ્છતે એ જ્ઞાની આવી પડેલ ભેગ ભેગવતાં છતાં બંધાતું નથી ! એ આશ્ચર્યકારક ઘટના સત્ય બને છે. (જુઓ પૃ. ૫૦૨–૫૦૪).
કારણ કે યંત્રની પૂતળીઓ જેમ દોરીસંચારથી નાચે છે, તેમ નિરિચ્છ એવા જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જ ચાલે છે. એટલે તે કવચિત
પૂર્વ પ્રારબ્ધોદય પ્રમાણે સાંસારિક ભેગાદિ પ્રવૃત્તિ પણ કરે, તે પણ વિચરે પૂર્વ જલકમલવત નિલેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તે મેક્ષમાં જ લીન પ્રયોગ' રહે છે. સંસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે ભેગમાયા પ્રકટ કરતા
હોય, એમ જણાય છે ! અને કાનુગ્રહના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લેકવતી જ્ઞાની યેગી પુરુષ ક્વચિત્ અપવાદવિશેષે સંસારમાં–ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભેગાદિ ભોગવતાં છતાં પણ બંધાતા નથી, અને અજ્ઞાની નહિ જોગવતાં છતાં પણ બંધાય છે! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનને મહાપ્રભાવ સૂચવે છે. ભેગ ભેગવતાં છતાં પણ જ્ઞાની બંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનસ્નેહને અભાવ એ છે. જેમ રેણુબહુલક વ્યાયામશાળામાં કેઈ સ્નેહાભ્યક્ત–તેલ ચેપડેલે મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચૂંટે છે; પણ સ્નેહાભ્યક્ત ન હોય–તેલ ચોપડેલ ન હોય, તેને નેહરૂપ-તેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચુંટતી નથી; તેમ અજ્ઞાનીને નેહરૂપ, આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશને લીધે કર્મ પરમાણુરૂપ રજ ચાંટે છે, પણ નિઃસ્નેહવીતરાગ-અનાસક્ત એવા “કેરા ધાકડ” જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને સનેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કમરજ વળગી શક્તી નથી. આમ સમર્થ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂર્ખ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તો ખત્તા જ ખાય! ધાર તરવારની સોહલી, દેહલી ચૌદમા જિનતણી ચરણ ચેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા.”–શ્રી આનંદઘનજી.
સંસારમાં રહીને પણ સર્વથા નિલેપ રહેવાનું આવું મહાપરાક્રમ તે કઈક વિરલા અપવાદરૂપ અસાધારણ જ્ઞાની જ કરી શકે; આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ X “ર્વ સન્માદિ વ વસ્તુવિદેજોયુ, જો કવળોને સિંઘરૂ ! ”
(જુઓ) શ્રી સમયસાર-ગા૦ ૨૪૨-૨૪૬,