Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૮)
યોગદષ્ટિસમુચ્ચય વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રી પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવ્યું છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીને પ્રેમ એ કઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યું છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યું છે. તે સ્નેહ એ પ્રધાન-પ્રધાન શા માટે ગણવામાં આવ્યું છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણીએ છીએ, કે બીજાં બધાં ઘર સંબંધી (અને બીજા પણ) કામ કરતાં છતાં, તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વરે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તે સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે. ઈચ્છાપણે,
જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. તે સ્નેહ તે પતિવૃત્તારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા ગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ.
એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે. તે પદ તે ભક્તિપ્રધાન છે. x x x ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે પણ દેષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અ૯૫ એવું જ્ઞાન અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા અર્થ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી બ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિષે તે ઘણું કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે).”– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૦ (૩૯૪)
વળી “તેમ છતમે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે' એ પદ પર પુનઃ પરમ પરમાર્થમય તલસ્પર્શી વિવેચન કરતાં તેઓશ્રી–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે –
વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોનો છે. અત્યંત સમર્થ એ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગત્માં, સંસારમાં પ્રાયે મુખ્ય એ જે પુરુષ પ્રત્યેને કલેશાદિ ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીને, તે જ પ્રેમ