________________
(૫૨૨)
યોગદષ્ટિસમુચ્ચય ધર્મ છે, એટલી સીધી સાદી વાત લેક સમજતા નથી. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નને
સ્વભાવ હોઈ તેને ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિમલતા એ જ સ્ફટિક દષ્ટાંતઃ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માને ધર્મ છે. અર્થાત્ શુદ્ધ આત્મા નિરુપધિપણું એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે તે ધર્મ અધર્મ છે. પણ સ્ફટિક રત્નને સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ
હોય તે તેમાં રાતી ઝાંઈ–છાયા પડે છે, કાળું ફૂલ હોય તે કાળી ઝાંઈ પડે છે. આમ બાહ્ય ઉપાધિને લીધે સ્ફટિકની નિર્મળતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કમરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ પરિણામેની ઉત્પત્તિથી આત્માની નિમળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિમલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયંસ્થિત છે જ, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, એટલે તેટલે અંશે આત્મધમની સિદ્ધિ છે, અને તેવું નિરુપાલિકપણું સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પયત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે.
જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય અભાવ...શ્રી સીમંધર. જેમ તે રાતે રે ફૂલે રાતડું, સ્પામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગજીવને, રાગ દ્વેષ પરિણામ.....શ્રી સીમંધર. ધર્મ ન કહીએ રે નિશ્ચ તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણી પેરે ભાખિયું, કરમે હોયે ઉપાધિ.શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્રદષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ કહે શિવશર્મ....શ્રી સીમ ધર.”
-યશોવિજયજી. જેમ જેમ પર૫રિણતિ સજાતી જાય છે અને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતે જાય છે-વિકસતો જાય છે, યાવત
મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિ સ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે, સંપૂર્ણ આત્મવિભાવ તે કર્મ સિદ્ધિરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે શુદ્ધ આત્માની સિદ્ધિ એ જ સ્વભાવ તે ધર્મ ધર્મ છે. જેમ જેમ કમ–ઉપાધિ ટળે છે, તેમ તેમ ધર્મ-સમાધિ
પ્રગટે છે, કારણ કે વિભાવપરિણતિરૂપ ઉપાધિ તે કર્મ છે અને સ્વભાવપરિણતિરૂપ સમાધિ તે ધર્મ છે. આમ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે. ધર્મના દ્રવ્ય