Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
( ૫૧૮)
ગદષ્ટિસમુચ્ચય
જલધરના જલની પ્રતીક્ષા કરતું હોય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આમ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કેનિલને ફલકૂલ રહિત ઉછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે? કમલિની દિનકરના કર વિના બીજાને કર કેમ રહે? કુમુદિની ચંદ્ર શિવાય બીજાની પ્રીતિ કેમ કરે ? ગૌરી ગિરીશ વિના ને લક્ષમી ગિરિધર વિના પોતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્વ શિવાય અન્યત્ર પ્રીતિ કેમ ધરે? (જુઓ પૃ. ૩૮૧-૩૮૨) આમ આ પરમ આત્મતત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું-એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયને પ્રતિભાસ પણ થતું નથી ! સમ્યગૃષ્ટિ સપુરુષનું ચિત્ત સ્વરૂપ–સ્વદેશમાં એટલું બધું રોકાયેલું રહે છે કે તે આડે બીજે કયાંય શું બની રહ્યું છે, તેનું પણ તે પરમ સંત અવધૂતને ભાન રહેતું નથી ! –આવા પરમ અદ્ભુત અનન્યમુદ્ ભાવનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનેગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે –
રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લમી ગમતી કે નથી અલમી ગમતી; એમ છે. ઇત્યાદિ” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૨૦. (૧૩૩)
ખરેખર જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને અનન્યમુભાવ આવી પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલે વર્તે છે, તેનું આ દિગ્ગદર્શન માત્ર છે. આમ આ છઠ્ઠી દષ્ટિમાં અન્યમુદ્ નામનો છઠ્ઠો ચિત્તદોષ નષ્ટ થાય છે. આત્મતત્ત્વ કરતાં અન્ય સ્થળે આનંદ-મંદ પામ તે અન્યમુદ્ અથવા આમ માંડેલી ગક્રિયા અવગણીને બીજે ઠામે હર્ષ ધરો, તે પરમાર્થરૂ૫ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ જે છે. (જુઓ, પૃ. ૮૬)
મીમાંસા તથા આ છઠ્ઠી દ્રષ્ટિમાં મીમાંસા નામને છઠ્ઠો ગુણ પ્રગટે છે. પાંચમી દષ્ટિમાં સૂક્ષ્મધ નામને ગુણ પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે મીમાંસા ગુણ ઉપજ જોઈએ.