________________
(૪૯૬)
ગદષ્ટિસમુચ્ચય દુ:ખ જ છે, તે પછી જેનાથી પાછળ દુઃખ છે એવા પાપસખા ભેગથી સુખ કેમ થાય ? શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકીર્ણ અમૃત વચન છે કે –
પરવસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિં–શ્રી મેક્ષમાળા
સર્વ પ્રકારને ભોગવિસ્તર પાપમય જ છે. કારણ કે તેની ઉત્પત્તિમાં, તેની પ્રાપ્તિમાં, અને તેના ઉપભોગમાં સર્વત્ર પાપ, પાપ ને પાપ જ છે : (૧) સર્વ પ્રકારના
વિષયભોગની ઉત્પત્તિ ના ઉપઘાત-હિંસા વિના થઈ શકતી નથી. હિંસાદિ પાપ- કામભોગની ઉત્પત્તિ માટે આરંભ-પરિગ્રહ સેવવા પડે છે, કારણ કે મય ભેગ પંચ વિષયની કઈ પણ સામગ્રી આરંભ-પરિગ્રહ વિના ઉપજતી નથી.
સ્પશે દ્રિયનો વિષય છે કે રસનેંદ્રિયને વિષય , ધ્રાણેદ્રિયને વિષય લ્યો કે ચક્ષુરિન્દ્રિયને વિષય , શ્રોત્રંદ્રિયને વિષય લ્યો કે અન્ય કોઈ વિષય
, પણ કઈ પણ ભોગ્ય વસ્તુ પ્રાણીઓના ઉપમઈ–ઉપઘાત વિના ઉપજતી નથી. આ માટે ખાનપાનનો એક દાખલો જ બસ છે. આ બે ઇંચની જીભડીને રાજી રાખવા ખાતર જગમાં કેટલી બધી હિંસા થાય છે? રસને દ્રિયના રસને સંતેષવા માટે કેટલા બધા મુંગા નિર્દોષ જેને ઘાત કરાય છે? માંસાહારીઓના ક્ષણિક સ્વાદની ખાતર રોજ લાખે-કરડે પ્રાણીઓની કતલ આ સુધરેલું કહેવાતું જગત્ કરી રહ્યું છે! મદિરા આદિની બનાવટમાં પણ તેવી જ ભયંકર હિંસા થાય છે, છતાં તેનું હસે હસે પાન કરી ઉન્મત્ત લેક મેહમદિરામાં મસ્ત બની પોતાને સંસ્કારી (civilised) માનતાં શરમાતા નથી ! તે જ પ્રકારે રેશમી વગેરે મુલાયમ વ માટે, કોશેટાના કીડાની કેટલી કારમી હિંસા કરવામાં આવે છે, તે તે તેની વિધિ જાણનારા સહુ કઈ જાણે છે. ઊન-ચામડા વગેરેની વસ્તુઓ માટે, પીંછાંવાળી-રૂંછાવાળી ટેપીઓ માટે, ફેટ હૅટ (મર્કટ-મુકુટ !) સાહેબ ટેપી વગેરે માટે, હજાર-બલ્ક લાખે પ્રાણીઓના ઘાતકીપણે બલિદાન લેવાય છે, ત્યારે અંગ પરિધાન કરી આ બેશરમ માનવ-પશુ પિતાની વિકૃત વિરૂપતા-બેડેળપણું ઢાંકે છે, અને તેમ કરી પોતે કેવું રૂડું રૂપાળું દીસે છે એમ અરિસામાં મોટું જોઈ મલકાય છે ! પણ તે બાપડાને ખબર નથી કે –
મુખડા કયા દેખે દરપનમેં, દયા ધરમ નહિં દિલમેં.મુખડા”શ્રી કબીરજી.
વળી પોતે રેગન ભોગ ન બને તેટલા ખાતર લાખો નિર્દોષ પ્રાણીઓનો ભોગ લઈ બનાવવામાં આવતી કૉડલિવર, ચીકન ઈસેન્સ વગેરે હિંસાદૂષિત દવાઓને આ લેક હસથી ઉપભોગ કરે છે! ને આથી જાણે અમરપણું પામી જવાના હોય, એમ આંખો મીંચીને બાટલાના બાટલા પેટની ગટરમાં ગટગટાવતાં છતાં માનવમો ગમે તેટલા ઉપાય કયે" પણ છેવટે મરણશરણ થાય છે!—આ બધા સ્કૂલ દષ્ટાંત છે, પણ કોઈ પણ