Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૦૪)
ગદષ્ટિસમુચ્ચય શક્તિની નિરુદ્ધતાથી મરતે નથી; તેમ અજ્ઞાનીઓને રાગાદિ ભાવેના સદૂભાવથી બંધકારણ એ પૂર્વ કર્મને ઉદય ઉપભેગવતાં છતાં, અમોઘ જ્ઞાનસામર્થ્યવડે કરીને રાગાદિ ભાને અભાવ સતે તેની શક્તિની નિરુદ્ધતાથી જ્ઞાની બંધાતો નથી.-આમ જ્ઞાનનું સામર્થ્ય છે. (૨) જેમ મધ પીતે પુરુષ અરતિભાવે કરીને મદવાળો થતો નથી, તેમ દ્રવ્યના ઉપભેગમાં અરત એ જ્ઞાની બંધાતું નથી. કોઈ પુરુષ મદ્ય પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવર્તતે હેઈ મદ્ય પીતાં છતાં તીવ્ર અરતિના સામર્થ્યથી મદવાળે થતું નથી, તેમ રાગાદિ ભાવના અભાવે સર્વ દ્રવ્યોગ પ્રતિ તીવ્ર વિરાગભાવ પ્રવર્તતે હોઈ, વિષયે ઉપભેગવતાં છતાં, જ્ઞાની તીવ્ર વિરાગભાવના સામર્થ્યથકી, બંધાતો નથી.–આ વૈરાગ્યનું સામર્થ્ય છે.”
આમ તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષની વાત ન્યારી છે. તેઓ પૂર્વ કર્મથી પ્રેરાઈને પ્રારબ્ધોદયથી સંસારમાં રહ્યા હોય તો પણ તે સંસારથી પર-અસંસારી
છે, ને ભેગ ભેગવતાં છતાં નથી ભેગવતા,-એ પરમ અદ્ભુત મોક્ષે નિત્ત વૈરાગ્ય તેમને હોય છે! કારણ કે તેમનું શરીર–ખેળીયું સંસારમાં છે, મરે તન: > પણ ચિત્ત તો મોક્ષમાં જ છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ
મોક્ષે વિત્ત મ તનુ ” “લેકમાં વર્તતા જ્ઞાની ગીની પ્રવૃત્તિઓ કાઝયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હોઈ તેમને બાધાર્થે થતી નથી, અને કાનુગ્રહના હેતુપણાથી આ “યોગમાયા” છે, એમ અન્ય દર્શનીઓ પણ કહે છે, અને એમાં પણ
દૂષણ નથી.”
“दारुयंत्रस्थपांचालीनृत्यतुल्याः प्रवृत्तयः । યોનિનો નૈવ વધાર્ચ જ્ઞાનિનો ઢોર્તિનઃ ” –શ્રી અધ્યાત્મસાર.
અને આવા અપવાદરૂપ પરમ સમર્થ જ્ઞાની સમ્યગદૃષ્ટિ આત્માનું દૃષ્ટાંત શોધવાને આપણે વધારે દૂર જવાની જરૂર નથી. હજુ હમણાં જ વર્તમાન યુગમાં થઈ ગયેલા પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અધ્યાત્મમય જીવનવૃત્તમાંથી આનું જ્વલંત ઉદાહરણ મળી આવે છે. એ પરમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં સંસારપ્રસંગમાં રહેવું પડ્યું હતું, છતાં પ્રતિક્ષણે તેમને તેને અત્યંત * “जह विसमुवभुज्जतो वेज्जो पुरिसो ण मरणमुवयादि ।
पोग्गलकम्मरसुदयं तह भुंजदि णेव बज्झए णाणी ॥ जह मज्ज़ पिबमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । વુમોને કરો : વિ જ વર્લ્સરિ તદેવ | ”—શ્રી સમયસાર, “કા વિર્ણ સુકાયે, પંતમૂવિનાયા ! વિકલા ફuiતિ મહૈિં, તો તે ધ્રુવ નિરિવર્સ ”—શ્રી વંદિત્તાસૂત્ર,