________________
(૪૯૪)
ગદષ્ટિસમુચ્ચય જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તે તું કર્મ કર્તા અને ભક્તા પણ નથીએ જ ધર્મને મર્મ છે.
“ છૂટે દેહાધ્યાસ તે, તું કર્તા નહિં કમ;
તું ભક્તા નહિ તેહને, એ જ ધર્મને મમ.”—શ્રી આત્મસિદ્ધિ આમ આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું તે ધર્મ છે, અને વિભાવમાં વર્તવું તે અધર્મ છે. જે વિભાવ છે તે નિમિત્તિક છે–નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને તે નિમિત્ત વિષયસંગાદિક છે. આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સંસરે છે–રઝળે છે, અને પરભાવને કર્તા થાય છે. પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવને કન્ન થાય છે.
“પરિણામિક જે ધર્મ તમારે, તેવો અમ ધર્મ શ્રદ્ધા ભાસન રમણ વિયેગે, વળગ્ય વિભાવ અધર્મ
... રે સ્વામી ! વિનવિયે મન રંગે. જેહ વિભાવ તેહ નિમિત્તિક, સંતતિ ભાવ અનાદિ; પરનિમિત્ત વિષયસંગાદિક, હાય સાદિગ્બરે સ્વામી ! – અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરને;
શુદ્ધ નિમિત્ત રમે જબ ચિઘન, કર્તા ભોક્તા ઘરનો....રે.”—શ્રી દેવચંદ્રજી આવું ધર્મ–અધર્મનું પરમ સારભૂત પરમાર્થ સ્વરૂપ જાણ સમ્યગદષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્મના નિમિત્તોને ત્યાગ કરે છે, અને સ્વભાવરૂપ ધર્મને સાધક કારણોને
સત્ સાધનેને આશ્રય કરે છે. અર્થાત્ સમ્યગ્ર જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રગટે તેહ વૃદ્ધિના ઉપાયોનું અવલંબન લે છે, આત્મસ્વરૂપના બાધક કારણોને અમારો રે !' ત્યજે છે ને સાધક કારણને ભજે છે, અને તેમાં પણ જેને એ
શુદ્ધ સ્વભાવરૂપ વસ્તુ ધમ પ્રગટ છે, એવા પરમાત્મા પ્રભુની દૃઢ આશ્રયભક્તિ પરમ અવલંબનભૂત-આધારભૂત ગણીને તે પરમપ્રેમે ભજે છે. અને તે પ્રભુને ભજતાં તે, “હે પ્રભુ! હે સહજાન્મસ્વરૂપ સ્વામી ! આપને જે શુદ્ધ ધર્મ પ્રગટે છે, તે શુદ્ધ ધર્મ અને પ્રગટ !” એમ નિરંતર અજપા જાપ જપે છે. તે પ્રભુને અવલંબતાં પરભાવ પરિહરે છે, અને આત્મધર્મમાં રમણતા અનુભવતાં તેને આત્મભાવ પ્રગટે છે.
શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધાર; શુદ્ધ ધર્મ જે પ્રગટયો તુમ, પ્રગટો તેહ અમારે રે....સ્વામી ! શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરિયે પરભાવ; આતમધમરમણ અનુભવતાં, પ્રગટે આતમભાવ રે....સ્વામી.”—શ્રી દેવચંદ્રજી.