Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થિરાદષ્ટિ: ધ મમ–ધર્મનું વાસ્તવિક સ્વરૂપ
(૪૯૩) આત્માને પ્રત્યાહત કરી–પાછા ખેંચી લઈ, તે સ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન કરે છે, ને તેમાં બાધા-હાનિ આવવા દેતા નથી. પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાને તાદૃશ્ય આત્માનુભવ આલેખ્યો છે કે –
એક આત્મપરિણતિ શિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. x x x અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. * * * એક આત્મપરિણામ શિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૨. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ ભુલાવો ધમો ' વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. જ્ઞાન-દર્શનચારિત્ર અથવા ટંકેત્કીર્ણ એક શુદ્ધ
જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ ધર્મ એટલે? વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તેમ
“ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મેહ-ક્ષેભ વિનાનો આત્માનો પરિણામ છે.' આમાં “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છે. તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે. અને તે જ યથાવસ્થિત આત્મગુણપણથી સામ્ય છે. અને સામ્ય તો દર્શનમોહનીય ને ચારિત્રમેહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મેહક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એ જવનો પરિણામ છે. આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્ણવાચક છે.
આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર–એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાન સમ્યગદષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે. તાત્પર્ય કે જેમ બને તેમ આત્મા શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી વ્યવહારધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તે જ ભલા છે, રૂડા છે,–ભાવ વિના તે એ બધાય ફેગટ છે. (જુઓ પૃ. ૨૪૪-૨૪૫) સકલ જગત્ “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મને મર્મ જાણતું નથી. તે તે કઈ વિરલા જ જાણે છે. ધર્મને મર્મ તે ઉપર કહ્યો તે-આત્મસ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ
___x “स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणाम.।"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા