SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ: ધ મમ–ધર્મનું વાસ્તવિક સ્વરૂપ (૪૯૩) આત્માને પ્રત્યાહત કરી–પાછા ખેંચી લઈ, તે સ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન કરે છે, ને તેમાં બાધા-હાનિ આવવા દેતા નથી. પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાને તાદૃશ્ય આત્માનુભવ આલેખ્યો છે કે – એક આત્મપરિણતિ શિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. x x x અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. * * * એક આત્મપરિણામ શિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૨. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ ભુલાવો ધમો ' વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. જ્ઞાન-દર્શનચારિત્ર અથવા ટંકેત્કીર્ણ એક શુદ્ધ જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ ધર્મ એટલે? વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તેમ “ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મેહ-ક્ષેભ વિનાનો આત્માનો પરિણામ છે.' આમાં “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છે. તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે. અને તે જ યથાવસ્થિત આત્મગુણપણથી સામ્ય છે. અને સામ્ય તો દર્શનમોહનીય ને ચારિત્રમેહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મેહક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એ જવનો પરિણામ છે. આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્ણવાચક છે. આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર–એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાન સમ્યગદષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે. તાત્પર્ય કે જેમ બને તેમ આત્મા શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી વ્યવહારધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તે જ ભલા છે, રૂડા છે,–ભાવ વિના તે એ બધાય ફેગટ છે. (જુઓ પૃ. ૨૪૪-૨૪૫) સકલ જગત્ “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મને મર્મ જાણતું નથી. તે તે કઈ વિરલા જ જાણે છે. ધર્મને મર્મ તે ઉપર કહ્યો તે-આત્મસ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ ___x “स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणाम.।" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy