________________
(૪૭૨)
યોગદષ્ટિસમુચ્ચય કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રેગ.
જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”—શ્રી આત્મસિદ્ધિજી. આમ પ્રશમ–ત્યાગ-વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તે સફળ છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણ કે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં-અંતરંગમાં નથી, અસ્થિમજાપર્યત હાડોહાડ વ્યાપ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિં; અને ત્યાગવિરાગ્યમાં જ જે જીવ અટકી પડે–આત્મજ્ઞાનના ઈષ્ટ લક્ષ્ય ભણી આગળ વધે નહિ, તે તે પિતાનું ભાન ભૂલી જાય, અર્થાત જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અથે ત્યાગવૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતુ જ તે ચૂકી જાય છે.
વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમ જ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”–શ્રી આત્મસિદ્ધિ. આ પરમ ઉપકારી પ્રમાદિ ગુણ જ્યાં પ્રગટયા છે, પરમાર્થથી-તત્વાર્થનું સમ્યક શ્રદ્ધાન જ્યાં ઉપર્યું છે, અને જ્યાં પ્રગટ આત્મજ્ઞાન–શુદ્ધ આત્માનુભવ થાય છે, એવું આ પરમ ધન્ય, પરમ વંદ્ય, પરમ દુર્લભ એવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન આ પાંચમી સ્થિર દષ્ટિમાં સ્થિતિ કરતા યેગીને તમોગ્રંથિના વિભેદથી સાંપડે છે. અને આમ જેને દર્શન મેહ નષ્ટ થયું છે, ને સ્પષ્ટ આત્મજ્ઞાન પ્રકાશ સાંપડ્યો છે, એવા આ મહાબુદ્ધિમાન વિવેકી સમ્યગ્દષ્ટિ દષ્ટા યેગીને આ સંસારનું મહાભયંકર દુઃખદ અસ્થિર સ્વરૂપ સંવેદાય છે, સાક્ષાત્ અનુભવાય છે, એટલે જ આ પરમ ધન્ય સમ્યગદષ્ટિ પુરુષને સમસ્ત સંસારચેષ્ટા બાલધૂલિગ્રક્રીડા જેવી ભાસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે– એનું સ્વને જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે થાય કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારને સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેવી અમારી રે.” શ્રી મુક્તાનંદજી.