________________
સ્થિષ્ટિ : વિવેકખ્યાતિ-અનુભવ હંસૂ શું પેખ રે'
(૪૮૭)
એમ વિવેકી ધીર આ, પ્રત્યાહાર કરંત; તવથી ધર્મભાવના, ત્યારે પ્રયત્નવંત ૧૫૮
અર્થ –એમ વિવેકી એવા એ ધીરજને તેવા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અને તત્વથી ધમબાધાના પરિત્યાગમાં યતનવંત હોય છે.
વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે વિવેકી એવા આ ધીર–અચપલ જને ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારમાં તત્પર હોય છે, અને તે વિવેકથી ઉપજેલી પરિશુદ્ધિને લીધે તેઓ તત્વથીપરમાર્થથી ધર્મની બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. તે આ પ્રકારે –
વિવેકખ્યાતિ ઉપરમાં સ્વ-પર ભાવને સ્પષ્ટ વિવેક બતાવ્યું કે દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે; મૃગજલાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે; પર છે પારકા છે, પોતાના નથી. અને નિરાબાધ નિરામય એવી કેવલ એક જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે; શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે; આત્મીય-પિતાને છે, પારકે નથી; અને એ જ પરમ તત્ત્વ છે, બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ-આફતરૂપ-અંધાધુંધીરૂપ છે. માટે એક આ કેવલજ્ઞાનજ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધુંય હેય છે–ત્યાગ કરવા યોગ્ય છે. ભૂલથી બેબીને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તે તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગદષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવને-પરવસ્તુને મહારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં નેહરૂપ “આસક્તિથી હું બંધા છું, માટે મહારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણ કે દેહમાં સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચય જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિજે છે-વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે, માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કરૂં. (જુઓ પૃ. ૩૦૨).
આમ સ્વ-પરભાવને વિવેક ઉપજે હેવાથી, ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી, તેને નિર્મલ આત્માનુભવ સાંપડે છે. એટલે-“ભૂતક વર્તમાન
x “भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बंधं सुधी
यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । यात्मात्मानुभवैकाम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं, नित्यं कर्मकलङ्कपविकलो देवः स्वयं शाश्वतः ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ,