________________
(૪૮૪)
ગદષ્ટિસમુચ્ચય એક કેવલજ્ઞાનતિ જ આત્માનો અબાહ્ય ભાવ છે; કારણ કે નિશ્ચયથી–શુદ્ધનયથી આ આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે. (જુઓ ગાથા, ફુટનેટ પૃ. ૭૨)
દેહ પ્રત્યે જેવો વચનો સંબંધ છે તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જેવો સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત પુરુષને જીવન અને મરણ બન્ને સમાન છે.” -પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી.
(૧) અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ આત્મા બદ્ધસ્પષ્ટ છે, છતાં એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય એવા આત્મસ્વભાવને અપેક્ષીને આત્મા જલમાં કમલની જેમ અબદ્ધસ્કૃષ્ટ છે.
(૨) નરનરકાદિ અન્યાન્ય પર્યાય ધારણ કર્યાથી અન્યરૂપ છતાં સર્વત્ર આત્માનું શુદ્ધ અખંડ એવા આત્મસ્વભાવની અપેક્ષાએ, ઘટ આદિ સવ પર્યાયમાં સ્વરૂપ વત્તતા અખંડિત મૃત્તિકા સ્વભાવની જેમ, આત્મા અનન્ય છે. (૩)
સમુદ્રની જેમ આત્માના વૃદ્ધિ-હાનિ પર્યાયથી અનિયત છતાં, સમુદ્રસ્વભાવ જેવા નિત્ય વ્યવસ્થિત આત્મસ્વભાવની અપેક્ષાએ આત્મા નિયત છે. (૪) ભારી, પીળું, ચીકણું એમ સોનું અનેક પર્યાયરૂપ દીસે છે, પણ પર્યાયદષ્ટિ ન દઈએ ને દ્રવ્યદષ્ટિથી જોઈએ તો એક અભંગ સેનું જ દેખાય છે. તેમ પર્યાય દૃષ્ટિથી આત્મા જ્ઞાન– દર્શનાદિ અનેક પર્યાયવિશેષરૂપ દીસે છે, પણ અવિશેષ એવા આત્મસ્વભાવને અપેક્ષીને જોઈએ ને નિવિકલ્પ રસનું પાન કરીએ તે શુદ્ધ નિરંજન એક આત્મા જ ભાસ્યમાન થાય છે. (૫) જેમ અગ્નિસંગે પ્રાપ્ત ઉષ્ણત્વ પર્યાયની અપેક્ષાએ જલમાં ઉષ્ણપણાનું સંયુક્તપણું છે છતાં, એકાંતે જલના શીત સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી; તેમ કર્મસંગે પ્રાપ્ત માહપર્યાયની અપેક્ષાએ આત્માનું મેહસંયુક્તપણું છે, છતાં એકાંતે આત્માના સ્વયં બાધબીજ સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી, અર્થાત્ આત્મા અસંયુક્ત છે. આમ પર્યાયદષ્ટિ છેડી દઈ, શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિથી જોતાં આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે.
(આધાર માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારીકા ગા. ૧૪-૧૫) ભારી પીળો ચીકણે, કનક અનેક તરંગ રે; પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે..ધરમ પરમ અરનાથન દરશન જ્ઞાન ચરણથકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.... ધરમ” -શ્રી આનંદઘનજી
આવી શુદ્ધ, નિરંજન, એક, અદ્વૈત એવી કેવલ જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે, આત્માનું પરમ એવું અંતસ્તત્ત્વ છે. એ સિવાયના શેષ ભાવો તે બાહ્ય છે, આત્માથી