Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સિદષ્ટિ ખડી અને ભીંત, આત્માનું શુદ્ધ સ્વરૂપ
(૪૮૩) ચેષ્ટારૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું–અભિનપણું હોઈ તન્મય થાય છે. તેથી પરિણામ-પરિણામી ભાવથી તેમાં જ કર્યું–કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વનો નિશ્ચય છે. આમ દ્રવ્ય કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, અને અશુદ્ધ નિશ્ચયથી ભાવકમ સાથે પરિણામ-પરિણામી સંબંધ છે. પણ શુદ્ધ નિશ્ચય નયથી તે આત્મા સર્વ કર્મકલંક-પંકથી રહિત એ શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત” છે.
વળી જેમ ભીંત પર હાર લગાડેલી ખડી ભીતરૂપ નથી, ભીંતથી બાહ્ય છે, ભીંતથી જૂદી છે, એટલે ખડી ભીતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું
વ્યવહારથી પુદ્ગલાદિ દ્રવ્ય ય છે, પણ તે જ્ઞાયક યથી બાહ્ય છે, ખડી અને શેયથી જુદો છે, એટલે તે જ્ઞાયક ય એવા પરદ્રવ્યને નથી, જ્ઞાયક ભીંતનું દૃષ્ટાંત તે જ્ઞાયક જ છે, એમ નિશ્ચય છે. જેમ શ્વેત ગુણવાળી ખડીને સ્વભાવ
ભીંતને વેત કરવાનો છે, તેમ જ્ઞાનગુણુવાળા આત્માને સ્વભાવ રેયને જાણવાનો છે. ખડી જેમ વ્યવહારથી ભીતરૂપ પરદ્રવ્યને શ્રત કરે છે, તેથી તે કાંઈ ભીતની થઈ જતી નથી, અર્થાત્ ભીતરૂપ બની જતી નથી, પણ નિશ્ચયથી ખડીની ખડી જ રહે છે; તેમ આત્મા પણ વ્યવહારથી ય એવા પદ્રવ્યને જાણે છે, તેથી તે કાંઈ પરદ્રવ્યનો થઈ જતો નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતો નથી, પણ નિશ્ચયથી જ્ઞાયકનો જ્ઞાયક જ રહે છે. કારણકે એ જ એને સ્વભાવ છે. (આધાર માટે જુઓ સમયસાર ગા. ૩૫૬-૩૬૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક “આત્મખ્યાતિ’ ટીકા)
__“जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ ।
તદ્ નાનો ટુ ન પણ નાનો ગાળો સો ટુ –શ્રી સમયસાર “ભાવ સગજા કમ ઉદયાગતા, કરમ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા;
ખડીયથી ભીતિમાં જેમ હોએ તતા, ભીતિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા; દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ છેષ ન વિચિત્ત છે, પુલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જુઓ જુઓ એક હવે કિમે.”
–શ્રી યશોવિજ્યજીકૃત સાડા ત્ર૦ ગા, સ્ત, અને જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ થઈ જતો નથી,-વિશ્વપ્રકાશક “ચંદ્ર ભ્રમિરૂપ થતો નથી” તેમ (જુઓ પૃ. ૭૫ ). જ્ઞાન ણેયને સદા જાણે છે, પણ શેય કદી તેનું થતું નથી. આમ યજ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે જ્ઞાન સ્વભાવી આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ ણેયને જાણે છે.આમ જીવ દેહ નથી, વચન નથી, મન નથી, કર્મ નથી, રાગ નથી, દ્વેષ નથી, પુદ્ગલ નથી, કે અન્ય દ્રવ્યરૂપ નથી. જીવ આ સર્વથી જુદ છે-ભિન્ન છે. આ સર્વ તે બાહ્ય ભાવે છે,