Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થિરાદષ્ટિ: કર્મ આદિ આત્માથી બાહ્ય
(૪૮૧) કિંમતી ખજાને, એવો આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડે પડ્યો છે–સાવ ખુલ્લે પડયો છે, છતાં આ અજ્ઞાની જગત્ અંધની જેમ તેને ઉલ્લંઘી જાય છે! તે આમ કરે છે તેનું કારણ તેને આ પરમ જ્ઞાનજ્યોતિને પ્રકાશ સાંપડ્યો નથી તે છે, એટલે અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી રહ્યો હોઈ, તે બિચારૂં આ પરમ નિધાન દેખતું નથી, અને “અંધે અંધ પલાય” આંધળાની પાછળ આંધળા દેડતા હોય એવી ચેષ્ટા કરે છે !
પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય....જિનેસર! જોતિ વિના જુએ! જગદીશની, અંધે અંધ પલાય...જિનેસર ! ધર્મ.”
-શ્રી આનંદઘનજી. પણ આ ગદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તે અબાહ્ય એવી આંતરુ તિનું પ્રગટ દર્શન થયું છે, જગદીશની તિને પ્રકાશ સાંપડ્યો છે, એટલે તેણે તે આ
પરમ નિધાન પ્રગટ મુખ આગળ” દીઠે છે. એવા સમ્યગ્દષ્ટિ પુરુષને તે પિતાની પૂર્વ અજ્ઞાન અવસ્થાનું સ્મરણ થતાં પોતાના પ્રત્યે હસવું આવે છે ! તે વિચારે છે કે
આ૫ આ૫કું ભૂલ ગયા !” પોતે પોતાને ભૂલી ગયે એનાથી તે બીજું મોટું અધેર કર્યું? એ ફરી ફરી યાદ કરતાં કરતાં અમને હસવું આવે છે ! પણ હવે તે અમે ફરીથી નહિ ભૂલીએ ! પરમ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક વચને કહ્યા છે કે –
આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેર? સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેગે ફેર.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
આ કેવલ જ્ઞાનતિ જ અબાહ્ય છે, બાકી બીજું બધુંય બાહ્ય છે, અર્થાત્ કર્મ, કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તેનો આત્મામાં અંતઃપ્રવેશ નથી. કારણ કે ૪ “પ્રગટપણે
અનંત શક્તિવાળી વસ્તુ પણ ભલે હાર આળોટ્યા કરે, પણ વર્તુ
x"बहिलठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयम्,
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते,
स्वभावचलनाकुलः किमिह मोहित: क्लिश्यते । वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् ।
निश्चयोऽयमपरोऽपरस्य कः, किं करोति हि बहि ठन्नपि ।। यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनः स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસાર કલશ.