Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થિઃિ ૫૨ જતિ-૫રમ નિધાન પ્રગટ સુખ આગળ
(૪૭૯) अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥ અબાહ્ય કેવલ જતિ જે, નિરામય નિરાબાધ; પરમ તવ તેહી જ અહીં, શેષ ઉપપ્લવ બાધ, ૧૫૭
અર્થ :–અબાહ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય તિ જે અત્રે છે તે પરમ તત્વ છે; બાકી શેષ તે ઉપપ્તવ છે.
વિવેચન “કેવલ જતિ તે તન્ય પ્રકાશે, શેષ ઉપાય અસારે .—શ્રી કે. દ. સક્ઝા. ૬-૪
અત્રે અબાહ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનજાતિ છે, તે જ પરમ તત્ત્વ છે. તે જ અમૂર્તાપણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ પરમ તત્ત્વ છે. એ સિવાયનું બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ છે.
આ જગત્માં જે કઈ પરમ, સર્વોત્કૃષ્ટ, પરમત્તમ તત્વ હોય છે તે અંતરમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યોતિ જ છે. એ તત્વ અબાહ્ય છે, અંતરમાં ઝળહળી
રહ્યું છે. તે નિરાબાધ છે, કઈ પણ પ્રકારની બાધાથી-પીડાથી રહિત અબાહ્ય કેવલ છે, કારણ કે તે અમૂર્ત-અરૂપી છે, એટલે તેને કેઈ બાધા સ્પશી જ્યોતિ પર શકતી નથી. વળી તે નિરામય-આય-રોગ રહિત, અરેગી છે, ભાવતવ આરોગ્યસંપન્ન છે. કારણ કે તે અરૂપી-અમૂર્ત છે. આમ નિરાબાધ ને
નિરામય હોવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કોઈ પણ બાધા –પીડા વિનાને અને રોગ વિનાને સ્વસ્થ મનુષ્ય જેમ પિતાને સહજ (Normal & Natural) કુદરતી સંપૂર્ણ આરોગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂણું ખુશમીજાજમાં–આનંદોલ્લાસમાં દેખાય છે, તેમ કઈ પણ પ્રકારની બાધાથી ને રોગથી રહિત, એવી આ કેવલ જ્ઞાનતિ પિતાના સહજ સંપૂર્ણ અવ્યાબાધ આરોગ્યમય-સ્વાધ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભય સુખમય–પરમ આનંદમય દીસે છે. આ અવ્યાબાધ આરોગ્યમય એવા સહજાન્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યોતિ જ પરમ તત્ત્વ છે. નેતિ નેતિ' એમ બીજું બધુંય બાધ્ય બાધ કરતાં, તે છેવટ-પરમ અબાધ્ય અનુભવરૂપ રહે છે,
વૃત્તિ –શા-અબાલ, આનર, વરું-કેવલ, એક, રતિઃ -તિ, જ્ઞાન, અનાર્ધ-અનાબાધ -અમૂર્તતાથી પીડારહિત, અનામથું-અનાય, અરોગી,-એટલા માટે જ, પત્ર-જે અત્ર-લેડમાં, તારે તવંતે પરં ત વ છે, સદા તથાભાવને લીધે, શેપ પુનઃ-શેષ-બાકીને પુન:, ઉપરા -ઉપપ્તવ છે,તપાસવરૂપે જરથી.