Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થિરાદષ્ટિ : Rહ પરભાવને કેમ ચાખે?' નિઃશંક સમ્યગદષ્ટિ
(૪૭૭) શ્રી સદ્ગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મહારાં નથી. શુદ્ધ ચિતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છઉં. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”
–શ્રીમદ્ રાજચંદ્રજી.
માટે મહારે આ હાર એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે માટે હું મહારા આત્મભાવને જ ભજુ ને સમસ્ત પરભાવપ્રપંચને ત્યજે એ જ યંગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર-પરિવારરૂપ ભાવ જ આ બીજા બધા સાથ સોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ! વિરામ પામ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાને પરમ ઉપાય છે. એને આશ્રય કર ! આશ્રય કર !
“આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; અવર સવિ સાથ સોગથી, એ નિજ પરિકર સાર રે....શાંતિજિન”- શ્રી આનંદઘનજી.
આમ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષ સ્વભાવને આશ્રય કરવાને ને પરભાવને ત્યાગ કરવાને વિવેકજન્ય નિશ્ચય કરે છે, તેમાં ધાબીના ઘેરથી આણેલા બદલાઈ ગયેલ વસ્ત્રનું આ દષ્ટાંત
બરાબર ઘટે છે –જેમ કેઈ એક પુરુષ ભ્રાંતિથી ધોબીના ઘેરથી વસ્ત્ર લઈ નેહ પરભાવને આવી, પિતાનું માની પહેરીને સૂઈ ગયે. તે પોતે અજ્ઞાની હોઈ, બીજાએ કેમ ચાખે?' તેને છેડે પકડી તેને બળથી નગ્ન કરવા માંડ્યો અને કહ્યું કે “અલ્યા !
જલદી ઊઠ ! આ મહારૂં બદલાઈ ગયેલું વસ્ત્ર આપી દે !” એમ વારંવાર વચન સાંભળીને તેણે બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, ચક્કસ આ તો પારકું છે એમ જાણ્યું, એટલે જ્ઞાની થઈ તેણે તે વસ્ત્ર એકદમ મૂકી દીધું. તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પારકા ભાવે ગ્રહણ કરીને આત્મીય પ્રતિપત્તિથી–પિતાના માની બેસી પરમાં અધ્યાસ કરીને સૂતે હતું. તે સ્વયં અજ્ઞાની હોઈ, ગુરુ પરભાવવિવેક કરી તેને “એક કરવા માંડે છે ને ઉપદેશે છે કે-અરે ! પ્રતિબોધ પામ! જાગ ! આ આત્મા નિશ્ચયથી એક છે.” એમ વારંવાર શ્રતશ્રત સંબંધી વચન સાંભળી તે સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, નિશ્ચિત આ પરભાવ છે એમ જાણે છે, એટલે જ્ઞાની થઈ તે સર્વ* ભાવેને શીઘ મૂકી દે છે. કારણ કે
x “जह णाम कोवि पुरिसो परदव्वमिणति जाणिदुं चयदि ।
तह सव्वे परभावे पाऊण विमुंचदे णाणी ॥" (આધાર માટે જુઓ ) શ્રી સમયસાર અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા.