________________
શિશદષિ“આ તો સ્વપનું છે સંસાર' –શ્રતવિક
(૪૭૫) શહેર જેવા છે! ઇંદ્રજાલીયા આકાશમાં નગરરચનાને પેટે ભાસ ઉભું કરાવે છે, પણ
તે મિથ્યાભાસરૂપ નગર તે ક્ષણવારમાં ક્યાંય “છુ” થઈ જાય છે! ગગનનગર કયાંનું કયાંય અલેપ થઈ જાય છે! અથવા તે આકાશમાં અદ્ધર જે સંસાર નિરાધારપણે એવું નગર રચવું અશક્ય છે! હવામાં કિલ્લા બાંધવા
(Castles in air ) અસંભવિત છે, શેખચલ્લીના વિચાર જેવા મિથ્યા કલ્પનાના ઘોડા છે ! તેની જેમ આ દેહ–ગૃહ આદિ બાહ્ય પદાર્થો ક્ષણભંગુર ને મિથ્યાભાસરૂ૫ છે, ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે. આ દેહાદિ ખરેખર ! આત્માથી બાહ્ય છે, પરભાવ છે, તેની સાથે પરમાર્થથી આ આત્માને કાંઈ લેવાદેવા નથી. શ્રી દેવચંદ્રજીના શબ્દોમાં “દ્રવ્ય દ્રવ્ય મિલે નહિં, ભાવ તે અન્ય અવ્યાપ્ત છે મિત્ત.” જડ તે જડ ને ચેતન તે ચેતન એમ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ છે. એટલે દેહાદિ સાથે કંઈ પણ સંબંધની કલ્પના તે આકાશમાં નગરરચના જેવી મિથ્યા કલ્પનામાત્ર છે. શ્રી પૂજ્યપાદ સ્વામીજીએ કહ્યું છે તેમ “દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર, સ્ત્રી આદિ ક૯૫નાઓ ઉપજી છે અને તેના વડે આત્માની સંપત્તિ માનતું જગત્ અરે હણાઈ ગયું છે !” “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?-શ્રીમદ્ રાજચંદ્રજી.
અથવા આ દેહ-ગૃહ આદિ આત્મ-બાહ્ય પદાર્થો સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ
સ્વપ્ન દશામાં દેખાતી આ દેહાદિ કલ્પના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં આ તે સ્વપનું વાસ્તવિક દેખાતી નથી, મિયાણાસરૂપ જણાય છે. અથવા ગમે તેવું છે સંસાર” સુંદર સ્વપ્ન આવ્યું હોય અને તેમાં ગમે તેવા ઉત્તમ ભેગ ભેગવ્યા
હોય, છતાં તેને ક્ષણવારમાં વિલય થતાં વાર લાગતી નથી; અને હાય! તે ભેગ ચાલ્યા ગયા ને અમારા ભેગ મર્યા!-એ મિથ્યા ખેદ મનમાં બાકી રહે છે! તેમ આ દેહ-ગૃહાદિને સુંદર યોગ થયો હોય અને ચક્રવર્તી આદિની ઋદ્ધિ પ્રાપ્ત થઈ ઉત્તમ ભોગોની વિપુલતા સાંપડી હોય, તે પણ તે સર્વ ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દષ્ટનષ્ટ થઈ જાય છે, ને હાય ! આ હાર ભેગ ચાલ્યા ગયા, એ વસવસે મનમાં રહી જાય છે! “ભીખારીને ખેદ” એ મનનીય દષ્ટાંત શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં તાદૃશ્ય રીતે વર્ણવ્યું છે, તે અત્રે બરાબર લાગુ પડે છે. કઈ એક ભીખારીને સ્વપ્નમાં ઉત્તમ રાજવૈભવ સાંપડયો છે, ને પછી તે સ્વપ્નમાં ને સ્વબમાં રોમાંચ અનુભવે છે, ત્યાં અફસોસ! વચ્ચમાં વિશ્ન આવે છે–ગાજવીજને ગડગડાટ થાય છે, ને તેનું સ્વપ્ન અધૂરું રહે છે, તેને ખેદ માત્ર અવશેષ રહે છે! આમ આ સંસાર ખરેખર ! સ્વપ્ના જે છે, માટે જ સાદા વેધક શબ્દોમાં ચાબખા મારનારા ભેજા ભગતે ભેળા ભાવે સાચું જ ગાયું છે કે પ્રાણીઓ ! ભજી લેને કિરતાર, આ તે