________________
(૭૪)
ગદષ્ટિસખા વિષે તરસ્યા થયેલા મૃગને દૂર દૂર પાણીને આભાસ થાય છે, ને તે મૃગતૃણુ પાણી પીવાની આશાએ પૂરપાટ દેડયો જાય છે ! પણ તે મૃગજલ તે જલ ઐલેક’ વસ્તુત: નહિં હોવાથી, ખાલી આભાસમાત્ર હેવાથી, હાથતાલી
દઈને આવું ને આવું ભાગતું જાય છે! ને તે મૃગ બિચારો તેની ખોટી ને ખોટી આશામાં દોડાદોડીને નાહકને લથપથ થાય છે ! અથવા મધ્યાહે રણભૂમિમાં પસાર થતા મુસાફરને દૂર દૂર ક્ષિતિજમાં પાણીનો આભાસ ( Mirage) થાય છે, એટલે તરસ્યો થયેલે તે તે મેળવવાની આશાએ દોડે છે, પણ તે પાણી તે હતું તેટલું જ દૂર રહે છે! કારણ કે તે જલ ખોટું છે, મિથ્યાકલ્પનારૂપ છે, સૂર્યકિરણેથી ઉપજતે મિથ્યાભાસરૂપ દશ્યવિભ્રમ (Illusion of vision) છે, એટલે તે બિચારાને નિરાશ થવું પડે છે! તેમ આ દેહ-ગૃહાદિ ભાવ મૃગજળ જેવા છે. તે પિતાના નથી, છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી–મિથ્યાભાસથી–અસત્ કલ્પનાથી પોતાના ભાસે છે! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પિતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દોડ” જેટલું દેડાય તેટલું દોડે છે! પણ જે વસ્તુ વસ્તુતઃ પિતાની છે જ નહિં, તે કેમ હાથમાં આવે? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે. તેમ તેમ તે હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે! ને આ જીવની જાણે ક્રૂર મશ્કરીરૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે!
કારણ કે આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહપર્યાય ધારણ કર્યો, તેમાં કર્યો દેહ આ જીવને ગણ? જે દેહપર્યાયને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પોતાને માનવા જાય છે, તે દેહ તે ખલજનની માફક તેનો ત્યાગ કરીને-દગો દઈને ચાલ્યો જાય છે! ને આ જીવ મેંઢાની જેમ અમે મે' (હારૂં મહાસું) કરતે હાથ ઘસતો રહે છે! આ
હાલામાં હાલે દેહ પણ જ્યાં જીવને થતું નથી, તે પછી તે દેહને આશ્રયે રહેલીદેહ હોઈને રહેલી એવી ઘરબાર વગેરે પરિગ્રહરૂપ વળગણ તે તેની કયાંથી થાય? જે દેહમાં દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહ પણ જે આ આત્માને નથી થતું, તે પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદાર્થ તે આ આત્માના ક્યાંથી બને? માટે આ દેહાદિ બાહ્ય ભાવ તત્વથી મિથ્યાભાસરૂપ છે, મૃગતૃષ્ણા જેવા જ છે, એમ આ સમ્યગદષ્ટિ પુરુષ પ્રત્યક્ષ દેખે છે.
મહાત્મા પુરુષો-દેહધારીરૂપે વિચરતા મહાત્મા પુરુષોને લક્ષ સદૈવ દેહને વિષે અધિષ્ઠિત અજર અમર અનંત એવો જે દેહી-આત્મા તે પ્રતિ હોય છે. એ દેહીએ દેહ તો અનેક ધર્યો હોય, ત્યાં કયા દેહને પિતાને ગણે?”
શ્રી મનસુખભાઈ કિરચંદકૃત શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા. અથવા તે આ દેહ-ગૃહ આદિ ભાવ ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા
જ
છે.