________________
(૪૭૬)
ગદષ્ટિસમુચ્ચય સ્વપનું છે સંસાર.”—ઈત્યાદિ પ્રકારે નિરંતર ભાવતા આ સમ્યગ્ગદષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સંસાર સ્વપ્ન જેવ, મૃગજળ જેવો, ગગનનગર જે, ઉપલક્ષણથી એઠ જે, ધૂળ-રાખ જે, કાજળની કેટલી જેવો ભાસે છે. કારણ કે સ્વપ્નરૂપ અજ્ઞાન દશા વ્યતીત થઈ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે. “જાગીને જોઉં તે જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રા લટકાં કરે બ્રહ્મ પાસે.” શ્રી નરસિંહ મહેતા.
સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન;
તે કહીયે જ્ઞાનિદશા, બાકી વાચા જ્ઞાન.”—શ્રી આત્મસિદ્ધિ, આ લેક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષ્ણ છીપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જવરાદિ રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણુ છેસપુરુષની વાણી વિના કેઈ એ તાપ અને તૃષા છેડી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૪.
આમ આ સંસાર પ્રત્યે આ સમ્યગદષ્ટિ યોગી પુરુષને અત્યંત તીવ્ર અંતરંગ વૈરાગ્ય વત્તે છે. આવા ગાઢ સંવેગરંગથી જ્ઞાની પુરુષ રંગાયેલા હોય છે, તેનું કારણ એમને શ્રતવિવેક
ઉપજ્યા છે તે છે, સમ્યપણે શ્રુતજ્ઞાન પરિણત થયું છે તે છે (જુઓ શ્રતવિવેક પૃ. ૧૯-૨૦) અર્થાત્ આ સમ્યગદષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પરુષ સદ્દગુરુ
સમીપે શ્રવણ કરેલા “શ્રુત’ જ્ઞાનથી વિવેક ઉપજે છે, શ્રુતજ્ઞાન સમ્યપણે પરિણમ્યાથી સદ્અ સનું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રગટયું છે, આત્મા--અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યો છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે.
જેમ કે-હું આ દેહાદિ પરવતુથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહાત્મસ્વરૂપ જ હારૂં છે, બીજું કંઈ પણ હારું નથી. હું આ દેહાદિ ભાવને નથી, ને આ દેહાદિ ભાવ મહારા નથી,-એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દઢ થયો છે.
“ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ”—ી આત્મસિદ્ધિ.