________________
સ્થિરાદષ્ટિ પ્રશમાદિ સમ્યફ લક્ષણ
(૪૭) રાગાદિ અશુદ્ધ ભાના સદૂભાવે બંધ થાય છે, તેના અસદુભાવે બંધ નથી થતો, એમ જાણે રાગાદિ ત્યજી આત્મા ને બંધાય એમ કરવું તે સ્વાનુકંપા–પિતાના આત્માની દયા છે. (૫) આતિક્ય–સ્વત:સિદ્ધ એવા તત્વના સર્ભાવમાં–હોવાપણામાં, ધર્મમાં, ધર્મના હેતુમાં અને ધર્મના ફળમાં,-આત્મા આદિને જે ધર્મ છે તે યથાવત્ વિનિશ્ચય કરે તે આસ્તિક્ય છે. આ આસ્તિકય જે આત્માનુભૂતિ સહિત હોય તે જ સમ્યફવા છે, નહિં તે મિથ્યા આસ્તિક્ય છે.
“આત્મા છે તે નિત્ય છે, છે કત્તા નિજ કર્મ
છે ભોક્તા વળી મિક્ષ છે, મિક્ષ ઉપાય સુધમ.”—શ્રી આત્મસિદ્ધિ કૈધાદિક કાનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ ! અરે જીવ! હવે થેભ, એ નિર્વેદ. મહાગ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવાં મેગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા એગ્ય છે, અનુભવવાં યોગ્ય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર પત્રક ૧૨૨. (૧૩૫) આવા આ પ્રશમાદિ ગુણ પણ જે આત્માનુભૂતિ-આત્માનુભવ સહિત હોય તો સમ્યગદર્શનના બાહ્ય લક્ષણ છે, આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્દર્શનના લક્ષણ
નથી. આમ સર્વત્ર શુદ્ધ આત્માનુભૂતિનું જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશામાદિ ગુણ ભવનુંજ મુખ્યપણું છે. તથાપિ આ પ્રશમાદિ ગુણ સમ્યગદર્શનની આવશ્યક પ્રાપ્તિમાં કારણરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રામાદિ ગુણની
વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતાપાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેક્ષ સિવાય બીજો અભિલાષ ન હોય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્ત, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પિતાના આત્મા પ્રત્યે અનુકંપા ભાવ હોય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલે જીવ સદ્ગુરુના ઉપદેશને પાત્ર બને છે, અને તે ઉપદેશ બેધથી સવિચારણની કુરણ થાય છે, એટલે આત્માના અસ્તિત્વથી માંડીને મોક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે–આસ્તિક્ય ઉપજે છે, અને આત્માનુભૂતિ-આત્મજ્ઞાન પ્રગટી સમ્યગદર્શન સાંપડે છે, અને તેથી મેહ ક્ષય થઈ નિર્વાણપદ પામે છે. માર્ગ પ્રાપ્તિને આ સકલ અવિકલ ક્રમ મહાસમર્થ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં આ અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકાશ્ય છે –