Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૦)
ગદરિસરુષ્ણય અતીન્દ્રિય અક્ષય ને ક્ષાયિક એવું એક્ષપદ છે. આવા આ આત્મધર્મ અને આત્મધર્મના ફલરૂપ મોક્ષ પ્રત્યે સંવેગ (સં + વેગ)-અત્યંત વેગ ધરે, અદમ્ય પરમ ઉત્સાહ ધરાવવો, પરમ ઉછરંગ ધરાવે તે સંવેગ છે. (૨) આવા આત્મધર્મને સાધનારા-આરાધનારા જે સાધમિકે છે, તેના પ્રત્યે કેવળ ગુણના અનુરાગથી પરમ પ્રેમ ધરાવવો તે સંવેગ છે. પણ તેવા ગુણ ન હોય એવા નામમાત્ર સાધમિક પ્રત્યે અનુરાગ હવે તે સંવેગ નથી, પણ મોહ છે. કારણ કે અત્રે અનુરાગ એટલે અભિલાષ એ અર્થ નથી, પણ ગુણપ્રેમ અર્થ છે, અથવા અધર્મથી કે અધર્મકલથી નિવૃત્તિ થવી તે અનુરાગ છે. (૨) અથવા આવા આત્મધર્મને ને તેને ફળલાભને જેણે સિદ્ધ કર્યો છે, અથવા તેની સાધનાની ઉચ્ચ દશા જેણે સાધી છે, એવા પરા પરમેષ્ઠી ભગવંતે પ્રત્યે પરમ પ્રીતિ હોવી, પરમ ભક્તિ હોવી તે સંવેગ છે. અર્થાત્ સંવેગથી–અત્યંત વેગથી, પરમ ઉલાસથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની આરાધના-ઉપાસના કરવી તે સંવેગ છે.-આમ આત્મધર્મ ને આત્મધર્મના કલરૂપ મોક્ષપદની સાધના સિવાય બીજી કઈ જ્યાં અભિલાષા નથી, તે સંવેગ છે. માત્ર એક્ષ અભિલાષ” તે વિધિરૂપ સંવેગ છે, અને સર્વ અભિલાષને ત્યાગ તે નિષેધરૂપ સંવેગ અથવા નિવેદ* છે, એમ પરમ તત્ત્વદષ્ટા શ્રી પંચાધ્યાયીકાર વિભાગ પાડે છે. આ સંગ તે જ ધર્મ છે, કારણ કે મેક્ષ સિવાય બીજા અભિલાષયુક્તઈચ્છાયુક્ત હોય તે ધર્મવાનું નથી. અને ક્રિયા માત્ર છે તે ધર્મ નથી, મિથ્યાદષ્ટિ પણ કિયા કરે છે, પણ તેની ક્રિયા નિત્ય રાગાદિના સદૂભાવથી ઉલટી અધર્મરૂપ જ છે, કારણ કે મિથ્યાદષ્ટિ સદા રાગી જ હોય છે, સમ્યગદષ્ટિ સદા વૈરાગી જ હોય છે, સદા સંવેગી જ હોય છે. (જુઓ પૃ. ૨૭૭).
"संवेग : परमोसाहो धौ धर्मफले चितः । सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्ठिषु ॥ धर्मः सम्यक्त्रमात्रात्मा शुद्धस्यानुभवोऽथवा ।
તર# સુરમચક્ષમાર્ચ ક્ષાવિ ૨ ચ7 .” – શ્રી પંચાધ્યાયી. (૩) નિર્વેદ–એટલે સંસાર સંબંધી સર્વ અભિલાષને-ઈચ્છાને ત્યાગ, વૈરાગ્ય, સંસારથી થાકી જવું-કંટાળવું તે, સંસારથી ખેદ પામવો તે. (૪) અનુકંપા–એટલે સર્વ પ્રાણ પ્રત્યે અનુગ્રહ બુદ્ધિ-ઉપકાર બુદ્ધિ, અથવા મૈિત્રીભાવ, અથવા માધ્યરચ્ય, અથવા વૈરત્યાગથી નિઃશલ્યપણું. સર્વ પ્રાણી પ્રત્યે જે સમતા છે તે પર અનુકંપા છે, અને અર્થથી તે સ્વાનુકંપા છે -શલ્યવર્જનથી શલ્યની જેમ. આ સ્વાનુકંપા જ પ્રધાન છે.
* “સાળ: સર્વામિા ચ નિરો હકારાથા | स संवेगोऽथवा धर्मः साभिलाषो न धर्मवान् ॥"
(ઈત્યાદિ આધાર માટે જુઓ)-પંચાધ્યાયી,