________________
(૪૬૮)
યોગદષ્ટિસમુચ્ચય ભૂતિ રહિત હોય તે મિથ્યા શ્રદ્ધાદિ છે, અર્થાત તે શ્રદ્ધાદિ નથી– શ્રદ્ધા-આત્મા- આમ ભેદ પાડવાનું કારણ એ છે કે શ્રદ્ધા અને સ્વાનુભવની સમ નુભૂતિ વ્યાપ્તિ વ્યાપ્તિ છે, કારણ કે અનુપલબ્ધ અર્થમાં એટલે કે જેને અનુભવ નથી
થયે એવા અનુભૂત અર્થમાં શ્રદ્ધા હોવી તે ખરવિષાણ જેવી–ગધેડાના શિંગડા જેવી છે, અર્થાત નહિં અનુભવેલા પદાર્થમાં નિશ્ચયથી શ્રદ્ધા સંભવતી નથી. વળી આત્માનુભૂતિ વિના જે શ્રદ્ધા કૃતમાત્રથી-શાસ્ત્રમાત્રથી છે, તે પણ તત્ત્વાર્થને અનુસરતી છતાં અર્થથી શ્રદ્ધા નથી, કારણ કે અનુપલબ્ધિ છે-આત્માનુભવ નથી તાત્પર્ય કે ત્યાં ખરેખરી નિશ્ચયામક શ્રદ્ધા છે ત્યાં આત્માનભવ છે અને જ્યાં આત્માનુભવ છે ત્યાં જ ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે. આમ બન્નેની વ્યાપ્તિ છે-અવિનાભાવી સંબંધ છે. એટલા માટે જ શ્રદ્ધાને સમ્યકત્વનું લક્ષણ કહેવાની યૌગિકી રૂઢિ પડી છે. તેમાં પણ સ્વાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક શ્રદ્ધા છે, એમ આશય સમજ. અને આ જ “તાર્યશ્રદ્ધાનં વચનં –“તત્વાર્થનું શ્રદ્ધાન એ સમ્યગ્રદર્શન છે” એ મહાસૂવનું રહસ્ય છે. કારણ કે આત્માનુભૂતિ–આત્માનુભવ એ જ શ્રદ્ધાનનું અંતસ્તત્વ છે, આત્માનુભૂતિ વિનાની શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા જ નથી.
આમ શુદ્ધ આત્માનુભૂતિ વિના સમ્યગદર્શન હોય નહિ, અને આત્માનુભૂતિ વિના સાચી શ્રદ્ધા હોય નહિ, એટલે (૧) આત્માનુભૂતિ એ જ સમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ છે, (૨) અથવા આત્માનુભૂતિજન્ય સમ્યક શ્રદ્ધા જ સમ્યગદર્શનનું લક્ષણ છે, એમ ફલિત થાય છે. અત્રે આત્માનુભૂતિ એટલે શુદ્ધનયથી * –ભૂતાઈથી ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી. એટલા માટે જ શ્રી સમયસારજીમાં સ્પષ્ટ કર્યું છે-કે- “ભૂતાર્થથી+ જાણેલા અનુભવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.'
“જીવ અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર નિજેરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં, નવ પદાર્થ સંબંધ.
જીવ, અજીવ વિષે તે ન તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “કારણ જગે હે બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભુ, ”-શ્રી આનંદઘનજી. આમાં (૧) જીવ તત્વ ઉપાદેય છે-ગ્રહણ કરવા ગ્ય છે, (૨-૩-૪) અછવ
* “વવોડમૂલ્યો મૂલ્યો સિવો ટુ યુદ્ધનો !
મૂત્વમસિવો સ્વહુ સાદ્દી હવા જીવો –શ્રી સમયસાર, + “મૂલ્યમિકા નીવાળીવા પુછાપાવું જો
વિક્ષેતળિવંધો જોવો સત્ત | »–શ્રી સમયસાર,