Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૬)
ગદદિસપુર આ સર્વ પરથી ફલિત થાય છે કે સ્વચ્છેદનો ત્યાગ કરી શ્રી સદ્દગુરુના ચરણનું સમુખાસન કરતાં આત્માથી મુમુક્ષુ જીવને અનંતાનુબંધી દુષ્ટ કષાય-ચેકડી નષ્ટ થયે દનમેહને ઉપશમ થાય છે અને ત્યારે-જેમ સૂર્યકિરણોથી અંધકારને નાશ થયે દિશાઓ પ્રસન્નતા પામે છે અને ચોતરફ નિર્મલ થઈ જાય છે, તેમ સર્વ આત્મપ્રદેશમાં શુદ્ધપણું હોય છે, ચિત્તપ્રસન્નતા-નિર્મલતા ઉપજે છે, કે જેથી ત્રણ પ્રકારને બંધ થર થાય છે. અથવા જેમ કેઈએ મદિરા કે ધતૂરે પીધે હોય તેને મૂછ આવે છે, પણ થોડા વખત પછી તેને નશો ઉતરી જતાં તે મૂચ્છરહિત નીરોગી થઈ જાય છે, તેમ દર્શન મેહના ઉદયથી જીવને મૂછ ઉપજે છે, વૈચિત્ય હેય છે-ચિત્તનું ઠેકાણું હતું નથી, બેભાનપણું હોય છે, તથા ભ્રમ હોય છે, પણ તે દર્શનમોહ શાંત થયે મૂછને નાશ થતાં જીવ નીરોગી બને છે.
“દર્શન મેહ વ્યતીત થઈ ઉપ બોધ જે,
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે....(અપૂર્વ અવસર.)”—શ્રીમદ્ રાજચંદ્રજી. તે સમ્યગ્દર્શનનું લક્ષણ શું? શ્રદ્ધાનાદિ* ગુણ સમ્યગદષ્ટિનું બાહ્ય લક્ષણ છે. તે શ્રદ્ધાનાદિ જ સમ્યક્ત્વરૂપ નથી, પણ જ્ઞાનના પર્યાય છે. વળી આત્માનુભૂતિ
આત્માનુભવ પણ જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનનો પર્યાય છે. માટે તે શ્રદ્ધાન નાનાદિ પણ સમ્યકત્વનું લક્ષણ નથી. અર્થાત જ્ઞાન છે તે સમ્યકત્વ નથી અને બાહ્ય લક્ષણ જે છે એમ કહે છે તે બાહ્ય લક્ષણ કહી શકાય. કારણ કે જેમ
નીરોગતા દુર્લક્ષ્ય છે, પણ મન-વચન-કાયાના ઉત્સાહાદિક ગુણરૂપ સ્થૂલ લક્ષણેથી જાણી શકાય છે, તેમ સમ્યગ્ગદર્શન દુર્લક્ષ્ય છે, પણ તસ્વાર્થી શ્રદ્ધાન, આત્માનુભૂતિ આદિ બાહ્ય લક્ષણથી લક્ષિત થાય છે, જાણી શકાય છે. નિર્વિકલ્પ વસ્તુ કહી શકાય એમ નહિં હોવાથી તેને ઉલ્લેખ જ્ઞાન દ્વારા કરાય છે, કારણ કે જ્ઞાન જ એક એ ગુણ છે કે જે સવિકલ્પ-સાકાર હોઈ દીપકની જેમ સ્વ-પરનો ગ્રાહક છે, સ્વપરને આવેદક છે, સ્વ-પરને નિશ્ચાયક-નિશ્ચય કરાવનાર છે. બીજા બધા ગુણ નિર્વિકલ્પ હાઈ સ્વ-પર અવેદક છે. એટલે સમ્યકત્વ પણ નિર્વિકલ્પ-નિરાકાર હેઈ વસ્તુતઃ વચનને અગોચર એ સૂક્ષમ ગુણ છે. તેથી વિધિ-કમે કઈથી કહી કે સાંભળી શકાય તેમ નથી, માટે આત્માની સાધનાદિ વિધિમાં જ્ઞાન જ એક પ્રસિદ્ધ છે, અને તે સ્વાનુ
x “तत्रोल्लेखस्तमोनाशे तमोऽरेरिव रश्मिभिः। दिशः प्रसत्तिमासेदुः सर्वतो विमलाशया:॥ हङ्मोहोपशमे सम्यग्दृष्टेरुल्लेख एव सः । शुद्धत्वं सर्वदेशेषु त्रिधा बन्धापहारि यत् ॥"
(આધાર માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી (3) કૃત શ્રી પંચાધ્યાયી. * "श्रद्धानादि गुणा बाह्य लक्ष्म सम्यग्हगात्मनः ।
તતિ લૈંતિ જ્ઞાનાથ પંચા: ”–શ્રી પંચાધ્યાયી,