________________
સ્થિરાદષ્ટિઃ પ્રત્યાહાર-વિષયવિકારે ન ઇદ્રિય ડે”
(૪૫૭ ) સ્વચિત્તસ્વરૂપને અનુકારી તે પ્રત્યાહાર છે.” અર્થાત્ ચક્ષુ આદિ ઇંદ્રિયને ગ્રાહ્ય એવા રૂપ આદિ વિષયને અસંપ્રયોગ થતાં, એટલે કે વિષય સાથે જોડાણ નહિં થતાં તેનું ગ્રહણાભિમુખપણું છોડી દીધાથી સ્વરૂપમાત્ર અવસ્થાન થાય. ઇંદ્રિયે પિતાના વિષયમાંથી પાછી ફરે, એટલે જેમ છે તેમ છાનીમાની બેસી જાય, અને એમ થાય એટલે અંત:સ્વરૂપનું અનુકરણ થાય, અર્થાત્ ચિત્તનિરોધ કરવા માટેની સામગ્રી સાંપડે. આનું નામ ચક્ષુ આદિ ઇન્દ્રિયને પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર કેવો છે? તે કે ઇન્દ્રિયોના વશીકરણરૂપ એક ફલવાળે છે. પ્રત્યાહારને અભ્યાસ થતાં, ઇંદ્રિયે એવી આયરઆધીન-તાબેદાર થઈ જાય છે, કે બાહ્ય વિષય પ્રત્યે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી. *
ચેથી દૃષ્ટિમાં પ્રાણાયામ વડે કરીને બાહ્ય ભાવને રેચ દીધે, અંતર્ભાવ પૂરણ કર્યું, અને તેનું કુંભન-સ્થિરીકરણ કર્યું; આમ યોગમાર્ગે આગળ વધતા મુમુક્ષુ જેગીજનની વૃત્તિ બાહા ભાવમાં રમતી નથી, અને અન્તર્ ભાવમાં પરિણમે છે. એટલે હવે આ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં, આ ગાભ્યાસી મુમુક્ષુ જનની ઇંદ્રિયે પિતપતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી, અને તેના તેના વિષયમાંથી વ્યાવૃત્ત થઈ પાછી ખેંચાઈ આવે છેપ્રત્યાહત થાય છે, અને અંત:વ્યાપારમાં વ્યાપૃત-પ્રવૃત્ત થઈ ચિત્તનિધિમાં ખપ લાગે છે, અને ચિત્તસ્વરૂપનું અનુકરણ કરે છે.
જે ઇદ્રિ પૂવે હરાયા ઠેરની જેમ છૂટી ફરતી હતી ને રઘવાઈ થઈને સ્વચ્છેદ વિચરતી હતી, તે હવે નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પોતાના ચિત્ત-ઘરના
ખીલે બંધાય છે. વિષયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવારૂપ બહિ“વિષય વિકારે મુખ વૃત્તિ છોડી દઈ, તે હવે ડાહીડમરી બની અંતર્ અભિમુખ થાય છે. ન ઇકિય જોડે એટલે જેની આંખે બાહ્ય રૂપને દેખતી હતી તે યોગી હવે ભાવથી અંતઃ
સ્વરૂપને દેખે છે. જેના કાન બાહ્ય શબ્દો સુણતા હતા તે હવે અંતઃનાદ સાંભળે છે. જેનું નાક બાહ્ય સુગંધથી ભાતું હતું, તે હવે ભાવ-સૌરભથી સંતોષાય છે. જેની રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંત:ચૈતન્યરસના પાનથી પ્રસન્ન થાય છે. જેને સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતું, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઇંદ્રિયની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આત્યંતર વૃત્તિ વસે છે, કારણ કે પાંચે ઇતિરૂપ તોફાની ઘેડાની લગામ હવે જાગ્રત આત્માના
* “વિષયાસકયોરન્નાહાનુત્તિ વિદ્યા પ્રત્યાહારઃ પીવાળામેતારતાઢ .”
શ્રી યશા કૃત દ્વાઢા, ૨૪-૨, "स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः। તતઃ પમા વરસેન્દ્રિયાળા ” –શ્રી પાતંજલ ય, સે. ૨-૫૪-૫૫.