Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થિરાઇટિ: ગથિભેદ દશમેહઉપશમ-સમ્યગદર્શન
(૪૬૩) અજ્ઞાન અંધકારરૂપ ગ્રંથિને વિભેદ થયો હોય છે, અજ્ઞાનમય મોહાંધકારને પડદે ચીરાઈ ગયો છે. આ અજ્ઞાન ખરેખર ! તમસરૂપ-અંધકારરૂપ જ હોય છે, કારણ કે અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ અજ્ઞાન અંધકારમાં પદાર્થનું દર્શન થઈ શકતું નથી. આ અધિકાર સમું અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીધ્ર નાશી જાય છે–એકદમ પલાયન કરી જાય છે. લાંબા વખતનું અંધારું પણ દી પટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિને મેહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તત્ક્ષણ જ નાશ પામે છે. એટલે સમસ્ત વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ ગીને દેખાય છે. આમ આ યેગી સમ્યગદર્શની, સમ્યગદષ્ટિ જ્ઞાની હોય છે.
“કમભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાસ. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.”—શ્રી આત્મસિદ્ધિ
આ તમોગ્રંથિ જીવન કર્મ જનિત ઘન-ગાઢ રાગદ્વેષ પરિણામ છે; અને તે વાંસની કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ ગાંઠ જેવો અત્યંત દુધ છે. એટલા માટે જ એને “ગ્રંથિ'–ગાંઠ કહેલ છે. તે કઠણ અટપટી (Complex) પર્વત જેવી મહાબલવાન તમગ્રંથિ અત્રે અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણાથી અપૂર્વકરણરૂપ તીક્ષણ ભાવવાવડે ભેદાઈ જાય છે. એટલે પછી સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવર્સે નહિ એવા અનિવૃત્તિકરણવડે કરીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે, જેથી વસ્તુનું યથાર્થસમ્યફ સ્વરૂપ દેખાય છે. ( વિશેષ માટે જુઓ-પૃ. ૩૯ અને ૪૬-૪૭).
સમ્યગદર્શન છે હાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ...
મૂળ મારગ સાંભળે જિનનો રે! એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ૦ કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત...મૂળ”
–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ ઉક્ત ગ્રંથિભેદના ફલ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. આ સમ્યકત્વ અથવા સમ્યગદર્શન આત્માનો ગુણ છે, અને તે નિર્વિકલ્પ છે. આ સૂક્ષમ ગુણ કેવલજ્ઞાનગોચર છે તથા પરમાવષિ અને મન:પર્યય જ્ઞાનનો વિષય છે, મતિજ્ઞાનનો કે તજ્ઞાનને કે દેશાવધિને વિષ્ય નથી. એટલે આ ગુણ પ્રગટહ્યો છે કે નહિ તે તેવા